રેવાડી ગેંગરેપઃ નોકરી ના મળતા હતાશ યુવાનો કરી રહ્યા છે રેપઃ ભાજપ ધારાસભ્ય
હરિયાણાના રેવાડીમાં રાજ્યની સીબીએસઈ ટોપર સાથે થયેલા ગેંગરેપ પર ભાજપન ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યુ છે.
હરિયાણાના રેવાડીમાં રાજ્યની સીબીએસઈ ટોપર સાથે થયેલા ગેંગરેપ પર ભાજપન ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યુ છે. ઉચાના કલાંથી ભાજપ ધારાસભ્ય પ્રેમલતાએ બળાત્કારના વધતા કેસો માટે બેરોજગારીને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યુ કે યુવાનો રોજગાર ન મળવાથી નિરાશ થઈ જાય છે અને આવા (બળાત્કાર) ગુના કરે છે. પ્રેમલતાના આ નિવેદનના કારણે પહેલેથી બેરોજગારી મુદ્દે ઘેરાયેલી ભાજપ સરકાર પર સવાલો ઉભા કરી દીધા છે.

બળાત્કારનું કારણ યુવાનોની બેરોજગારી
એક કાર્યક્રમ દરમિયાન રેવાડી ગેંગરેપ મામલે સવાલ પૂછાતા ભાજપ ધારાસભ્ય પ્રેમલતાએ કહ્યુ કે સમાજમાં એક નવી વસ્તુ કે પરંપરા શરૂ થઈ ગઈ છે કે છોકરીઓને જોતા જ પુરુષોની નજર બગડી જાય છે. જે રેપની ઘટનાઓ બની રહી છે તેનુ કારણ યુવકોને રોજગાર ન મળવુ અને હતાશ થવાનુ છે. આવા બાળકોને પોતાનું ભવિષ્ય નથી દેખાતુ. ધારાસભ્યએ કહ્યુ કે સરકારે આવા ગુનેગારો માટે ફાંસીની સજાની જોગવાઈ કરી છે પરંતુ કાયદો લાગુ થવામાં હજુ સમય છે.

ત્રણ દિવસ બાદ પણ આરોપી પકડથી બહાર
હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં 19 વર્ષની એક બોર્ડ ટોપર વિદ્યાર્થી સાથે ગેંગરેપનો કિસ્સો સામે આવ્યો હતો. આમાં 3 આરોપીઓ સામે એફઆઈઆર દાખલ થઈ છે પરંતુ ધરપકડ હજુ સુધી કોઈની થઈ નથી. કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઈટીએ આરોપીની બાતમી આપનારને 1 લાખ રૂપિયાના ઈનામની ઘોષણા કરી છે. એસપી નાઝનીન બસીને રેવાડી જિલ્લા હોસ્પિટલમાં પીડિતા સાથે મુલાકાત કરી છે. તેમણે જણાવ્યુ કે પીડિતાની સ્થિતિ હવે સારી છે અને આરોપીની ઓળખ પણ થઈ ચૂકી છે.

રેપ માટે સ્માર્ટફોન અને ઈન્ટરનેટ જવાબદાર
આ પહેલી વાર નથી જ્યારે કોઈ રેપની ઘટના પર કોઈ ભાજપ નેતાએ આ પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યુ છે. મધ્યપ્રદેશના ખંડવાથી ભાજપ ધારાસભ્ય નંદકુમાર ચૌહાણે વિવાદિત નિવેદન આપતા કહ્યુ છે કે, ‘મહિલાઓ સામે વધતા ગુનાઓ માટે સ્માર્ટફોન અને ઈન્ટરનેટ જવાબદાર છે. નંદકુમાર ચૌહાણે કહ્યુ કે સ્માર્ટફોન અને ઈન્ટરનેટના કારણે આજકાલ સ્માર્ટફોન અને ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. મોબાઈલમાં અશ્લીલ વસ્તુઓ નાના નાના બાળકો જુએ છે. આનાથી તેમના કોમળ મન પર ખરાબ પ્રભાવ પડે છે. મીડિયામાં પણ આ પ્રકારની વાતો આવતી રહે છે.'
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
