Haryana Assembly Elections 2024 : કોંગ્રેસની ઉમેદવારોની પહેલી યાદી જાહેર, જુઓ લિસ્ટ
Haryana Congress Candidate List 2024 : હરિયાણામાં રાહ જોવાઈ રહી હતી તે કોંગ્રેસની ઉમેદવારોની પહેલી યાદી જારી કરી દેવાઈ છે. આ લિસ્ટમાં વિનેશ ફોગાટનું પણ નામ સામેલ છે.
કોંગ્રેસે તેની પહેલી યાદીમાં 31 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ લિસ્ટમાં સૌથી ચર્ચિત નામ રેસલર વિનેશ ફોગાટને જીંદની જુલાના વિધાનસભા સીટની ટિકિટ આપવામાં આવી છે.

આ સિવાય પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને ગઢી સાંપલા કિલોઈ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સામે મેવા સિંહને ટિકિટ આપી છે. આ સિવાય પાર્ટીએ હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાણને હોડલ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે.
જણાવી દઈએ કે, રેસલર વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા આજે જ કોંગ્રેસમાં જોડાયા છે. હવે પાર્ટીએ વિનેશ ફોગટને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઉતારી દીધી છે.
કોંગ્રેસ પહેલા ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે તેની પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में हरियाणा विधानसभा चुनाव के लिए कांग्रेस उम्मीदवारों की लिस्ट। pic.twitter.com/0GsZyTFDVD
— Congress (@INCIndia) September 6, 2024
આ લિસ્ટમાં ભાજપે લાડવા વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને ટિકિટ આપી છે. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજને અંબાલા કેન્ટથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. 8 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
