Haryana Assembly Election 2024: કોંગ્રેસ માટે કેમ જરૂરી છે કુમારી સેલજા? જાણો સત્તાના સમીકરણો
Haryana Assembly Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. હરિયાણામાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે.
આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હરિયાણામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
હરિયાણાની તમામ 90 બેઠકો પર 5 ઓક્ટોબરના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. જેનું પરિણામ 8 ઓક્ટોબરના રોજ મતગણતરી બાદ જાહેર થશે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં દિગ્ગજ દલિત નેતા અને સિરસાથી કોંગ્રેસના સાંસદ કુમારી સેલજાની નારાજગી 10 વર્ષ બાદ સત્તામાં પાછા ફરવાની આશા રાખતી કોંગ્રેસ માટે મોંઘી સાબિત થઈ શકે છે.
વર્તમાન સમયમાં કુમારી સેલજા હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ના ચૂંટણી પ્રચારથી આળગી રહી છે. જે કારણે કોંગ્રેસના ટેન્શનમાં વધારો થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી સહિત અન્ય વિપક્ષો સેલજા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને આગમાં ઘી હોમી રહ્યા છે.

હરિયાણામાં કુમારી સેલજાને ખુશ રાખવી એ કોંગ્રેસની મજબૂરી છે. કારણ કે, સમગ્ર રાજ્યમાં દલિતોની વસ્તી 22 ટકા છે. કુલ 90 બેઠકોમાંથી 17 SC માટે અનામત છે. આ સાથે 35 બેઠકો પર દલિત મતદારોનો પ્રભાવ જોવા મળી શકે છે.
જો 2019 હરિયાણા વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો SC માટે અનામત 17 બેઠકોમાંથી, 7 કોંગ્રેસ અને 5 ભાજપે જીતી હતી. 4 સીટ જેજેપીને અને એક સીટ અપક્ષને ફાળે ગઈ હતી. લોકસભા ચૂંટણી 2024 માં SC માટે અનામત બંને બેઠકો કોંગ્રેસના હાથમાં આવી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપ સંપૂર્ણપણે દલિત અને ઓબીસી મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ભાજપ સરકારે 20 ટકા ક્વોટા સાથે નોકરીઓમાં SC વર્ગનું વર્ગીકરણ કરીને 46 સૌથી વંચિત જાતિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ AC માં 52 ટકા છે.
હરિયાણામાં SC વોટ બેંકના વિભાજનને કારણે ભાજપે 5 લોકસભા બેઠકો ગુમાવવી પડી હતી. ભાજપ કોંગ્રેસમાં કુમારી સેલજાની ઉપેક્ષાને દલિતોનું અપમાન ગણાવી રહી છે.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા મનોહર લાલ ખટ્ટરે તો કુમારી સેલજાને ભાજપમાં જોડાવાની ઓફર કરી છે. જેના જવાબમાં કુમારી સેલજાએ જણાવ્યું હતું કે, તેમની નસોમાં કોંગ્રેસનું લોહી દોડી રહ્યું છે.
કુમારી સેલજાએ જણાવ્યું હતું કે, મેં અગાઉ પણ કહ્યું હતું કે, જેમ મારા પિતા કોંગ્રેસના ત્રિરંગામાં લપેટાયા હતા, તેમ શેલજા પણ કોંગ્રેસના ત્રિરંગામાં લપેટાશે. મારી પાર્ટી, મારા નેતા પ્રત્યે મારી પ્રતિબદ્ધતા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
