Haryana Assembly Election 2024 : કોણ છે “જો રામ કો લાયે હૈ” ગીત ગાનારા કનૈયા મિત્તલ? કેમ બીજેપી છોડીને કોંગ્રે
Haryana Assembly Election 2024 : લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે અયોધ્યા હાર્યા બાદ બીજેપીને હરિયાણામાં તેનાથી પણ મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે.
અહેવાલો અનુસાર, હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા જાણીતા સિંગર કનૈયા મિત્તલ બીજેપી છોડીને કોંગ્રેસ જોઈન કરી શકે છે. કનૈયા એ જ સિંગર છે જેને લોકસભામાં ખુબ ગુંજેલુ "જો રામ કો લાયે હૈ" ગાયુ છે.

અહેવાલો અનુસાર, કનૈયા ભાજપની ટિકિટ પર પંચકુલા બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા. જો કે, પાર્ટીએ જ્ઞાનચંદ ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે કનૈયા આ નિર્ણયથી નારાજ છે.
હવે કનૈયા મિત્તલની કોંગ્રેસમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું છે. માનવામાં આવે છે કે તેઓ હરિયાણા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
જો કે કનૈયા મિત્તલે ભાજપથી નારાજ હોવાનો ઈન્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે તેઓ ક્યારેય બીજેપીનો હિસ્સો નહોતા, તેથી પંચકુલાથી ટિકિટ મળવા કે ન મળવાનો સવાલ જ નથી.
ચંદીગઢના રહેવાસી કનૈયા મિત્તલ ખાટુ શ્યામજી અને સાલાસર બાલાજીને સમર્પિત ભજનો ગાવા માટે પ્રખ્યાત છે. તેમની લોકપ્રિયતા ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય દર્શકો સુધી પહોંચી છે. તેમણે સાત વર્ષની નાની ઉંમરે ભજન ગાવાની શરૂઆત કરી હતી. એક ઈન્ટરવ્યુમાં કનૈયા મિત્તલે જણાવ્યું કે તેના પિતા સાઈકલ પર સવારનો નાસ્તો વેચતા હતા. તેમણે બાળપણમાં હોકર તરીકે પણ કામ કર્યું છે.
કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાઓ વચ્ચે કનૈયા મિત્તલે પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને કહ્યું કે, એક મિત્રનો ફોન આવ્યો. મારા મનમાં જે હતું તે મેં તેને કહ્યું. મેં કહ્યું કે કદાચ હું કોંગ્રેસમાં જોડાઉં.
તેમણે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે સનાતન વિશે માત્ર એક જ પક્ષ ન હોવો જોઈએ. દરેક પક્ષ સાથે સનાતનની વાત થવી જોઈએ. દરેકને મદદ કરવા માટે તમામ પક્ષો સાથે વાતચીત થવી જોઈએ.
જણાવી દઈએ કે, આ નિર્ણયથી ભાજપને નુકસાન થઈ શકે છે. કનૈયા મિત્તલ ભજન ગાયકીનું મોટું નામ છે અને તેના સમર્થકોની સંખ્યા પણ ઘણી વધારે છે. તે ખરેખર કોંગ્રેસમાં જોડાય છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
કનૈયા મિત્તલ કોંગ્રેસમાં જોડાય તો હરિયાણા ચૂંટણીના સમીકરણો બદલાઈ શકે છે. તેનાથી કોંગ્રેસને ફાયદો થઈ શકે છે અને ભાજપને નુકસાન થઈ શકે છે.












Click it and Unblock the Notifications
