Haryana Assembly Election 2024 Voting: હરિયાણા ચૂંટણીના મતદાન પહેલા જાણો કઈ પાર્ટી કેટલી મજબુત?
Haryana Assembly Election 2024 Voting: આવતીકાલે એટલે કે 5 ઓક્ટોબરના રોજ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે સવારે 7 કલાકથી મતદાન શરૂ થશે. જેની મત ગણતરી 8 ઓક્ટોબરના રોજ યોજાશે. આ વચ્ચે તમામ રાજકીય પક્ષો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે.
હાલ દરેકના મનમાં એક જ સવાલ છે કે, હરિયાણામાં આ વખતે કોની સરકાર બનવા જઈ રહી છે? ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવશે કે, કોંગ્રેસની સત્તા પર વાપસી થઈ રહી છે? 5 ઓક્ટોબરના રોજ મતદાન યોજાય તે પહેલા ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કોંગ્રેસની સ્થિતિ નબળી હોવાનું જણાવી રહ્યા છે.
દૈનિક ભાસ્કરની ટીમે સામાન્ય લોકો, રાજકીય પક્ષો અને રાજકીય નિષ્ણાતો સાથે વાત કરીને તારણ કાઢ્યું છે કે, મતદાનના બે દિવસ પહેલા સુધી કોંગ્રેસ 40થી 50 બેઠકો પર અને ભાજપ 22થી 32 બેઠકો પર મજબૂત દેખાઈ રહી છે. જોકે, મૂક મતદારો પણ આ આંકડોમાં અસર શકે છે.

કયો પક્ષ કેટલી બેઠકો પર મજબૂત?
કોંગ્રેસ - 40 - 50 બેઠકો
ભાજપ - 22 - 32 બેઠકો
INLD - BSP - 4 - 9 બેઠકો
AAP - 0 - 1
જેજેપી - એએસપી - 0 - 1
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, 18 બેઠકો પર નજીક હરીફાઈ જોવા મળી શકે છે. હરિયાણા ચૂંટણી 2024માં ભાજપ-કોંગ્રેસની જીત છેલ્લી ક્ષણે મુક મતદાતાઓ કઈ તરફ જાય છે, તેના પર પણ નિર્ભર રહેશે.
આ સાથે એ પણ જોવાનું રહેશે કે, જાટ-દલિત મતો વિભાજિત થાય કે નહીં. સમગ્ર હરિયાણાની 90 બેઠકોમાંથી દોઢ ડઝન બેઠકો એવી છે કે જ્યાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
90 બેઠકો પર 1031 ઉમેદવારો લડી રહ્યા છે હરિયાણા વિધાનસભા ચૂંટણી
15મી હરિયાણા વિધાનસભા માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. વર્ષ 2024ની વિધાનસભા ચૂંટણીમાં તમામ 90 બેઠકો પર 1031 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 930 પુરૂષ અને 101 મહિલા ઉમેદવારો છે. જ્યારે 464 અપક્ષ ઉમેદવારો છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં કુલ 20 હજાર 629 મતદાન મથકો પર 2 કરોડ 03 લાખ 54 હજાર 350 મતદારો પોતાનો મત આપી શકશે. તમામ કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં સુરક્ષા દળોની 225 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. 30 હજાર પોલીસકર્મી, 21 હજારથી વધુ હોમગાર્ડ, 11 હજાર એસપીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તમામ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે, તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોને ચૂંટણી આચાર સંહિતાનું પાલન કરવા અને શાંતિપૂર્ણ અને ન્યાયી મતદાન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
