H3N2થી પહેલા મોત પર ડૉક્ટરે જાહેર કર્યો રિપોર્ટ, રોગી હતો ડાયાબિટીસથી પીડિત, ભરતી થયાના 4 દિવસ બાદ ગયો જીવ
અહેવાલો મુજબ કર્ણાટકના હાસન જિલ્લાના એક 82 વર્ષીય વ્યક્તિનુ ચાર દિવસ હૉસ્પિટલમાં દાખલ થયા પછી મૃત્યુ થયુ હતુ.

ભારતમાં H3N2 વાયરસના કારણે મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. અહેવાલો મુજબ કર્ણાટકના હાસન જિલ્લાના એક 82 વર્ષીય વ્યક્તિનુ ચાર દિવસ હૉસ્પિટલમાં દાખલ થયા પછી મૃત્યુ થયુ હતુ. જો કે, વૃદ્ધ અનેક બિમારીઓથી પીડિત હતા. ડૉક્ટરના કહેવા પ્રમાણે, દર્દીને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી ઘણી ગંભીર સમસ્યાઓ પણ હતી. મૃતકની ઓળખ હિરે ગૌડા તરીકે થઈ છે.
પત્રકારો સાથે વાત કરતા હાસનના જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ કે હીરે ગૌડાનુ મૃત્યુ 1 માર્ચે વાયરસને કારણે થયુ હતુ. ડૉક્ટરે કહ્યુ કે એ વાતની પુષ્ટિ થઈ છે કે 82 વર્ષીય હિરે ગૌડાનુ 1 માર્ચે H3N2 વાયરસથી મૃત્યુ થયુ હતુ. તેમણે એમ પણ કહ્યુ કે ગૌડા ડાયાબિટીસના દર્દી હતા અને હાઈ બ્લડપ્રેશરથી પણ પીડાતા હતા. દર્દીને 24 ફેબ્રુઆરીએ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 1 માર્ચે તેનુ મૃત્યુ થયુ હતુ. પરીક્ષણ માટે મોકલવામાં આવેલ નમૂના 6 માર્ચે H3N2 વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી. સમગ્ર દેશમાં H3N2 સબટાઈપ ઈન્ફલ્યુએન્ઝાના વધતા જતા કેસોએ આરોગ્ય વિભાગના અધિકારીઓની ચિંતા વધારી દીધી છે. દેશમાં અત્યાર સુધીમાં H3n2 વાયરસના 90 કેસ નોંધાયા છે. H1N1 વાયરસના આઠ કેસ પણ મળી આવ્યા છે.
H3N2 ચેપના લક્ષણોની તુલના મોસમી ફ્લૂના વાયરસ સાથે કરી શકાય છે અને તેમાં તાવ, શ્વસન સંબંધી લક્ષણો, ઉધરસ અને શરદી, વહેતું નાક, થાક, ઝાડા, ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો શામેલ હોઈ શકે છે. તે જ સમયે, માસ્ક પહેરવા, પૂરતી પ્રવાહી વસ્તુઓ પીવી, ખાંસી અથવા છીંકતી વખતે મોં ઢાંકવુ, નાક અને આંખોને સ્પર્શ કરવાનુ ટાળવા જેવા પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે. તાવ અને શરીરના ગંભીર દુખાવાના કિસ્સામાં ડૉક્ટરની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
