ગુરૂગ્રામ: રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7 વર્ષના બાળકની હત્યા
દિલ્હીના ગુરૂગ્રામ ખાતેની રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલના શૌચાલયમાંથી મળ્યું 7 વર્ષના બાળકનું શબ
શુક્રવારે સવારે દિલ્હી પાસે આવેલ એક શાળાના બાથરૂમમાંથી બીજા ધોરણના એક વિદ્યાર્થી પ્રદ્યુમ્ન ઠાકુરનું શબ મળી આવ્યું હતું. ભોંડસીની રિયાન ઇન્ટરનેશનલ શાળાના શૌચાલયમાંથી આ 7 વર્ષના વિદ્યાર્થીનું શબ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસ અનુસાર, આ બાળકની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી અને ત્યાર બાદ શબ શૌચાલયમાં લઇ જવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઘટનાસ્થળેથી મળ્યું ચપ્પુ
સોહાના રોડ પર સ્થિત રિયાન ઇન્ટરનેશનલ શાળામાં શુક્રવારની સવારે જ્યારે કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ શૌચાલયમાં નાનકડા પ્રદ્યુમ્નનું શબ જોયું, ત્યારે શાળામાં જાણે ધરતીકંપ આવ્યો હતો. શાળા દ્વારા બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબો અનુસાર હોસ્પિટલ લાવતા પહેલાં જ પ્રદ્યુમ્નનું મૃત્યુ થઇ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાબડતોડ શાળાએ પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે ઘટનાસ્થળેથી એક ચપ્પુ પણ કબજે કર્યું છે. પોલીસ અનુસાર, હત્યારાએ ગળું દબાવી બાળકની હત્યા કરી હતી અને શબને બાથરૂમમાં લાવ્યા બાદ તે બારીમાંથી કૂદીને ભાગી ગયો હોવાની શક્યતા છે.

CCTV ફૂટેજની પણ તપાસ
બાળકના ગળા પર મળેલ નિશાનને આધારે પોલીસ અનુમાન લગાવી રહી છે કે, બાળકની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આગળની જાણકારી મળી શકે એમ છે. પોલીસ શાળામાં લાગેલ સીસીટીવ ફૂટેજની પણ તપાસ કરી રહી છે. શાળાએ પહોંચેલ પરિવારજનોની પીડા અસહ્ય છે. તેમનું કહેવું છે કે, શાળાના કર્મચારીઓને સવારે 7 વાગે બાળકનું શબ મળ્યું હતું, પરંતુ તેમને 9 વાગે જાણ કરવપામાં આવી. સૌ પ્રથમ શાળાના માળીએ પ્રદ્યુમ્નને જોયો હતો.
પહેલીવાર નથી બની આ ઘટના
ઉલ્લેખનીય છે કે, રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી. જાન્યુઆરી, 2016માં પણ દિલ્હીના પૉશ વિસ્તાર વસંત કુંજની રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં 6 વર્ષના બાળકનું એક શબ મળી આવ્યું હતું. દિવ્યાંશ નામનો 6 વર્ષનો બાળક કવિતા સ્પર્ધામાં ભાગ લેવા માટે શાળાએ પહોંચ્યો હતો, પરંતુ તેનું શબ પાણીની ટાંકીમાંથી મળી આવ્યું હતું. ત્યારે પણ શાળા પર અનેક સવાલો થયા હતા. આ બાળકના પરિવારજનો દ્વારા શાળાના પ્રશાસન પર બેદરકારીનો આરોપ મુકવામાં આવ્યો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
