લોકસભા ચૂંટણી 2014માં ગુજરાતી મતદારોએ નરેન્દ્ર મોદીનો વિશ્વાસઘાત કર્યો?
ગાંધીનગર, 30 એપ્રિલ : ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014નું મતદાન શાંતિપૂર્ણ રીતે સમ્પન્ન થયું છે. રાજ્યભરમાં સરેરાશ 55થી 60 ટકા રેકોર્ડ તોડ મતદાન થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. મતદાનના આંકડા ભલે રેકોર્ડ બ્રેક છે પરંતુ નરેન્દ્ર મોદી માટે ચોક્કસ ચિંતાનું કારણ બનશે.
સાંજના છ વાગ્યાનો ડંકો વાગ્યો અને સમગ્ર દેશમાં મતદાન પૂરું થયાનું એલાન થઇ ગયું છે. સ્વાભાવિક રીતે 'યે દિલ માંગે મોર' કહેતા નરેન્દ્ર મોદી અને ગુજરાતીઓ માટે આજનો દિવસ અતિ મહત્વપૂર્ણ હતો. પ્રથમ દ્રષ્ટિથી મહત્વપૂર્ણ દિવસ સફળ થયો લાગે કારણ કે વર્ષ 2009ની લોકસભા ચૂંટણીની સરેરાશ ટકાવારી જોઇએ તો ગુજરાતમાં 47.93 ટકા મતદાન થયું હતું, તેની સરખામણીએ આ વખતે મતદાન અંદાજે 10થી 15 ટકા જેટલું વધશે એમ લાગી રહ્યું છે.
ગુજરાતમાં નરેન્દ્ર મોદી જે લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તે વડોદરા સિવાય બાકીની તમામ બેઠકો પર મતદાન ધાર્યા કરતા ઓછું રહ્યું છે. વડોદરામાં મતદાનની ટકાવારીએ ડિક્સ્ટિન્સન માર્કસ એટલે કે 70 ટકા મેળવ્યા છે. જ્યારે બાકીની બેઠકોએ ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસમાં સંતોષ માની લીધો છે. આમ છતાં સફળ દિવસની બીજી બાજુ જોઇએ તો એમ લાગે છે કે ગુજરાતની નરેન્દ્ર મોદીભક્ત જનતાએ તેમનો વિશ્વાસઘાત કર્યો છે. ગુજરાતીઓએ કેવી રીતે મોદીને દગો કર્યો અને તેના શું પરિણામ હોઇ શકે તે આગળ વાંચો...

એક રેકોર્ડ બન્યો, બીજો રેકોર્ડ નહીં બને
નરેન્દ્ર મોદીએ પોતાની ચૂંટણી સભાઓમાં કહ્યું હતું કે આ વખતે ગુજરાતની જનતા તેમને સાથ આપીને નવો રેકોર્ડ બનાવશે. તેમના નિવેદન મુજબ રેકોર્ડતોડ મતદાન કરીને જનતાએ તેમનું એક સ્વપ્ન પુરું કર્યું. પણ ધાર્યા કરતા ઓછું મતદાન થતાં તેમનું 26 લોકસભા બેઠકોમાંથી 26 બેઠકો ભાજપ જીતશે તેવું સ્વપ્ન અધુરું રહેશે તેમ લાગી રહ્યું છે.

ગુજરાતે મોદીને દગો દીધો કે મોદીએ ગુજરાતને...
મારા ગુજરાતીઓ સંબોધીને નરેન્દ્ર મોદીએ હંમેશા ગુજરાતની જનતાને શિરે બેસાડી છે. અત્યાર સુધી નરેન્દ્ર મોદીની દરેક સપના સાકર કરતી જનતાએ આ વખતે નરેન્દ્ર મોદીને દગો દીધો છે. અથવા તો એમ કહી શકાય કે ગુજરાતને સોનેરી સપના બતાવીને દિલ્હીની ગાદી તરફ ચાલતી પકડનાર નરેન્દ્ર મોદીને દગાખોર ગણાવી પરચો આપી દીધો છે.

કોંગ્રેસ કમાલ કરી જશે
લોકસભાની બેઠકો જીતવાની વાત કરીએ તો આ વખતે નરેન્દ્ર મોદીની લહેર સામે ટકી જઇને કોંગ્રેસ કમાલ બતાવે તો નવાઇ પામશો નહીં. કારણ કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસની સ્થિતિમાં સતત સુધારો થતો રહ્યો છે. આ કારણે જ વર્ષ 2009માં ગુજરાતમાં કોંગ્રેસે 11 અને ભાજપે 15 બેઠકો જીતી હતી.

2009માં મતોમાં ભાજપની સરસાઇ ઓછી હતી
લોકોની વાતો નહીં પણ ચૂંટણીના આંકડાની વાસ્તવિકતા એ જ છે કે વર્ષ 2009માં ભાજપને મળેલા કુલ મતોની સરખામણીએ કોંગ્રેસને મળેલા મતોમાં અંતર અંદાજે 3.5 ટકા જેટલું જ હતું. તે જોતા આ વખતે પણ માર્જિનમાં ખાસ ફેર પડશે નહીં તેમ લાગી રહ્યું છે.

ભાજપની બેઠકો 20નો આંકડો પાર નહીં કરે
ગુજરાતમાં મતદાનની ટકાવારી દર્શાવે છે કે ભાજપની બેઠકોમાં અવશ્ય વધારો થશે પરંતુ 26માંથી 26 બેઠકો અથાવા 26માંથી 24 બેઠકો મેળવવાનો ટાર્ગેટ 20 સુધી પહોંચતામાં જ સંકેલાઇ જશે.

નરેન્દ્ર મોદીને ફટકો
નરેન્દ્ર મોદીના ગણિત મુજબ મોદી ભક્ત ગુજરાતમાંથી ભાજપને મહત્તમ બેઠકો મળશે તો કેન્દ્રમાં સરકાર બનાવવામાં અન્યોનો ટેકો લેવાનું ઘટશે. જો કે ગુજરાતમાં ઓછી બેઠકો આવવાની શક્યતાથી નરેન્દ્ર મોદીની ગણતરીને થોડી અસર ચોક્કસ પહોંચશે.

છેલ્લા બે તબક્કામાં વધારે મહેનત કરવી પડે
આજે લોકસભા ચૂંટણી 2014ના કુલ 9 તબક્કામાંથી 7 તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે બાકી રહેલા છેલ્લા બે તબક્કામાં ભાજપ અને મિત્ર પક્ષોએ વધારે મહેનત કરવી પડશે જેથી તેમની ગણતરી પર પાણી ફરી વળે નહીં.

કેશુબાપાની આગાહી ફળશે
કેશુબાપાએ આજે સવારે જણાવ્યું એમ 'ગુજરાતમાં મોદી લહેર ઘટી છે પણ દેશમાં મોદી લહેર છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે કે નહીં એની ખબર નથી પણ કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે' એવી આગાહી મોદી માટે ફળે એમ લાગી રહ્યું છે.

ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સુધરશે?
1962માં કોંગ્રેસના વિજેતા - 16
1967માં કોંગ્રેસના વિજેતા - 11
1971માં કોંગ્રેસના વિજેતા - 11
1977માં કોંગ્રેસના વિજેતા - 10
1980માં કોંગ્રેસના વિજેતા - 25
1984માં કોંગ્રેસના વિજેતા - 24
1989માં કોંગ્રેસના વિજેતા - 3
1991માં કોંગ્રેસના વિજેતા - 5
1996માં કોંગ્રેસના વિજેતા - 10
1998માં કોંગ્રેસના વિજેતા - 7
1999માં કોંગ્રેસના વિજેતા - 6
2004માં કોંગ્રેસના વિજેતા - 12
2009માં કોંગ્રેસના વિજેતા - 11

કોંગ્રેસની સ્થિતિ સુધરશે?
1962માં કોંગ્રેસના વિજેતા - 16
1967માં કોંગ્રેસના વિજેતા - 11
1971માં કોંગ્રેસના વિજેતા - 11
1977માં કોંગ્રેસના વિજેતા - 10
1980માં કોંગ્રેસના વિજેતા - 25
1984માં કોંગ્રેસના વિજેતા - 24
1989માં કોંગ્રેસના વિજેતા - 3
1991માં કોંગ્રેસના વિજેતા - 5
1996માં કોંગ્રેસના વિજેતા - 10
1998માં કોંગ્રેસના વિજેતા - 7
1999માં કોંગ્રેસના વિજેતા - 6
2004માં કોંગ્રેસના વિજેતા - 12
2009માં કોંગ્રેસના વિજેતા - 11
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications