ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ 13 સપ્ટેમ્બરે યોજાશે
નવી દિલ્હી, 16 ઓગસ્ટ : આજે ભારતીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજવાના કાર્યક્રમની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર પેટા ચૂંટણીઓ 13 સપ્ટેમ્બર, 2014ના રોજ યોજાશે.
ગુજરાતમાં લોકસભાની એક બેઠક પર અને વિધાનસભાની 9 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં લોકસભાની વડોદરા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીઓ ડીસા, મણિનગર, ટંકારા, ખંભાળિયા, માંગરોળ, તળાજા, આણંદ, માતર અને લીમખેડાની બેઠકો પર યોજાવાની છે.
સમગ્ર દેશની વાત કરીએ તો લોકસભાની કુલ ત્રણ બેઠકો, આંધ્રપ્રદેશની મેડક, ગુજરાતની વડોદરા અને ઉત્તર પ્રદેશની મૈનપુરીમાં પેટા ચૂંટણી યોજાશે. જ્યારે વિવિધ રાજ્યોમાં કુલ 33 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.

ગુજરાત સિવાય જે રાજ્યોની વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં આંધ્રપ્રદેશની (નંદીગામા - એસસી), આસામની(સિલચર, લખમીપુર, જમુનામુખ), છત્તીસગઢની (અંતાગ્રહ - એસટી), રાજસ્થાન (વીયાર - એસટી, નસીરાબાદ, કોટા સાઉથ), સિક્કિમની (રંગાંગ-યંગાંગ), ત્રિપુરાની (માનુ - એસટી), ઉત્તર પ્રદેશની ( સહારનપુર નગર, બિજનોર, ઠાકુરદ્વારા, નોઇડા, નિધાસન, લખનૌ ઇસ્ટ, હમિરપુર, ચારખારી, સિરાથુ, બલ્હા - એસસી અને રોહનિયા), પશ્ચિમ બંગાળની (બસીરહાટ દક્ષિણ અને ચૌરંગી)નો સમાવેશ થાય છે.
જે ત્રણ લોકસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં આંધ્રની મેડક બેઠક ચંદ્રશેખર રાવે મુખ્યમંત્રી બનતા 26 મેના રોજ છોડી હતી. ગુજરાતની વડોદરા બેઠક નરેન્દ્ર મોદીએ વારાણસીમાં જીત બાદ 29 મેના રોજ છોડી હતી. જ્યારે ઉત્તર પ્રદેશની મેનપુરી બેઠક મુલાયમસિંહ યાદવે આઝમગઢથી જીત બાદ છોડી હતી.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓનો તારીખવાર કાર્યક્રમ આ મુજબ છે.
પ્રક્રિયા તારીખ
- જાહેરનામુ પ્રસિદ્ધ થશે - 20 ઓગસ્ટ, 2014 (બુધવાર)
- ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ - 27 ઓગસ્ટ, 2014 (બુધવાર)
- ઉમેદવારીપત્રોની ચકાસણી - 28 ઓગસ્ટ, 2014 (ગુરુવાર)
- ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ - 30 ઓગસ્ટ, 2014 (શનિવાર)
- ચૂંટણીની તારીખ - 13 સપ્ટેમ્બર, 2014 (શનિવાર)
- મત ગણતરી - 16 સપ્ટેમ્બર, 2014 (મંગળવાર)
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ - 19 સપ્ટેમ્બર, 2014 (શુક્રવાર)
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
