જમ્મુ કાશ્મીરઃ પુલવામામાં મતદાન વખતે આતંકીઓએ ફેંક્યો ગ્રેનેડ, સુરક્ષાબળોએ કરી ઘેરાબંધી
જમ્મુ કાશ્મીરના પુલવામામાં એક પોલિંગ સ્ટેશન પર ગ્રેનેડ એટેકના સમાચાર છે. દક્ષિણ કાશ્મીરના પુલવામામાં જે સમયે આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો તે સમયે અહીં મતદાન ચાલુ હતુ.
જમ્મુ કાશ્મીરના પુલવામામાં એક પોલિંગ સ્ટેશન પર ગ્રેનેડ એટેકના સમાચાર છે. દક્ષિણ કાશ્મીરના પુલવામામાં જે સમયે આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો તે સમયે અહીં મતદાન ચાલુ હતુ. પુલવામા અનંતનાગ લોકસભા વિસ્તાર હેઠળ આવે છે. પોલિસ તરફથી મળેલી માહિતી મુજબ ઘટનામાં કોઈના પણ ઘાયલ થવાના સમાચાર નથી. હુમલો પુલવામાના રોહમુ પોલિંગ સ્ટેશન પર થયો છે. સુરક્ષાબળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઑપરેશન ચાલુ છે.

કુલગામમાં પણ ચાલુ છે મતદાન
લોકસભા ચૂંટણી દરમિયાન જમ્મુ કાશ્મીરથી મતદાન દરમિયાન આતંકી હુમલાની આ અત્યાર સુધીની પહેલી ઘટના છે. પુલવામા ઉપરાંત શોપિયામાં પણ આજે મતદાન થઈ રહ્યુ છે. જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ લોકસભા સીટમાં ત્રણ તબક્કામાં મતદાન થઈ રહ્યુ છે. સોમવારે અનંગનાગ ઉપરાંત કુલગામમાં પણ મત નાખવામાં આવી રહ્યા છે. અનંગનાગમાં સુરક્ષા વ્યવસ્થાને જોતા ત્રણ તબક્કામાં મતદાન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યાં અનંતનાગમાં 23 એપ્રિલના પહેલા તબક્કામાં મતદાન થયુ તો કુલગામમાં 29 એપ્રિલના રોજ પહેલા તબક્કાનું મતદાન થયુ હતુ. અનંતનાગ, પીડીપીના પ્રમુખ અને રાજસના પૂર્વ મુખ્યમંત્રી રહેલા મહેબુબા મુફ્તીનો સંસદીય વિસ્તાર છે. વર્ષ 2014માં મહેબુબા મુફ્તી અહીં છ લાખ મતોથી જીત્યા હતા. અનંતનાગમાં આ વખતે 18 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
Jammu and Kashmir: Visuals from polling booth 66 in Govt High School in Pulwama( Anantnag Lok Sabha seat) #LokSabhaElections2019 pic.twitter.com/EKLbGTmkX3
— ANI (@ANI) 6 May 2019
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
