પુંછ-જમ્મુ હાઈવે પર સેનાના વાહન પર ગ્રેનેડ હુમલો, 5 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના પુર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના નિવેદનને લઈને પુલવામાં હુમલાને લઈને રાજનીતિ ચાલી રહી છે ત્યારે હવે સેના પર વધુ એક ભયાનક હુમલો થયો છે. આ હુમલામાં 5 જવાનો શહીદ થયા છે.
સામે આવી રહેલા અહેવાલો અનુસાર, આ ઘટના પુંછ-જમ્મુ હાઈવે પર બની છે. હાઈવે પર જઈ રહેલા સેનાના વાહન પર ગ્રેનેડથી હુમલો કરાયો હતો. આ હુમલા બાદ ટ્રકમાં આગ લાગી ગઈ હતી. આ આગમાં સેનાના 5 જવાનો શહિદ થયા છે.

સેનાના 5 જવાનોના જીવ લેનારી આ ગોજારી ઘટના પુંછ-જમ્મુ હાઈવે પર ભાટા ધુરિયાન વિસ્તારમાં બની છે. હાલ સેના કાર્યવાહી કરી રહી છે.
આ ઘટના મુદ્દે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને અવગત કરાવ્યા હતા. આ મુદ્દે સેનાએ જણાવ્યુ છે કે, અજ્ઞાત આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ભીમબેર ગલી અને પૂંછ વચ્ચે જઈ રહેલા સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓ દ્વારા સંભવિત ગ્રેનેડ હુમલાના કારણે વાહનમાં આગ લાગી હતી.
Army chief briefs Rajnath Singh after 5 jawans killed in Poonch terror attack
— ANI Digital (@ani_digital) April 20, 2023
Read @ANI Story | https://t.co/xdDJhOjUrz#RajnathSingh #Poonchterrorattack #DefenceMinister pic.twitter.com/GD8UYePnwy
સેના અનુસાર, ઘટનામાં આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના જવાનોએ જીવ ગુમાવ્યા છે. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ અન્ય એક સૈનિકને તાત્કાલિક રાજૌરીની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. સેના સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સેનાના વરિષ્ઠ અધિકારીઓ તપાસ માટે સ્થળ પર છે. આ વિસ્તારમાં વરસાદ વચ્ચે અભિયાન ચાલી રહ્યું છે.
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે હુમલાને લઈને શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વિટ કરીને જણાવ્યુ કે, તે આ દુર્ઘટનાથી દુખી છે.ટ્રકમાં આગ લાગવાથી ભારતીય સેનાએ પોતાના બહાદુર જવાનો ગુમાવ્યા છે. આ દુઃખદ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
