Old Pension Scheme: જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાનો સરકારનો કોઈ વિચાર નથી
અસાદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં જૂની પેંશન યોજના બાબતે સવાલ કર્યો હતો જેના જવાબમાં ડૉ ભાગવત કરાડે સરકારની આ મામલે શું નીતિ છે તે બાબતે ખુલાસો કર્યો.
દેશભરમાં કર્મચારીઓ જૂની પેન્શન યોજનાઓ લાગૂ કરવાની માંગ ઉઠાવી રહ્યા હતા. જો કે સરકાર દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવાનો કોઈ વિચાર કરવામાં નથી આવી રહ્યો. નાણા મંત્રાલયમાં રાજ્યમંત્રી ડૉ ભાગવત કરાડે લોકસભામાં અસાદુદ્દીન ઓવૈસીએ પુછેલા સવાલના જવાબમાં આ બાબતે જણાવ્યું હતું.

અસાદુદ્દીન ઓવૈસીએ કરેલા સવાલો
- શું એકેય રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના ફરીથી શરૂ કરવા અથવા તો તે સંબંધી અહેવાલ લેવામાં આવ્યો છે?
- શું કોઈ રાજ્યોએ સરકારને જૂની પેંશન યોજના શરૂ કરવા માટે રાષ્ટ્રીય પેંશન યોજનાના પૈસા પાછા માંગ્યા છે? જો હાં તો તે સંબંધી શું રિપોર્ટ છે અને તેના પર સરકારની પ્રતિક્રિયા શું છે?
- જે રાજ્યોએ જૂની પેંશન યોજના શરૂ કરી છે તેમને એનપીએસના પૈસા એનપીએસના પૈસા પરત આપવા માટે સરકાર દ્વારા શું નિર્ણય લેવાયો અથવા તો લેવાઈ રહ્યો છે?
- શું સરકાર નજીકના ભવિષ્યમાં જૂની પેંશન સ્કીમ લાગૂ કરવા પર વિચારી રહી છે, અને જો હાં તો તે સંબંધી રિપોર્ટ શું છે?
ઉપરોક્ત સવાલોના જવાબમાં નાણા મંત્રાલયમાં રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડે જણાવ્યું, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડની રાજ્ય સરકારોએ પોતાના રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂની પેંશન પ્રણાલી (Old Pension Scheme) ફરી શરૂ કરવા માટે પોતાના નિર્ણય વિશે કેન્દ્ર સરકાર/ પેન્શન ફંડ રેગ્યુલેટર અને વિકાસ સત્તામંડળ (PFRD)ને સૂચિત કર્યા છે.
પંજાબ સરકારે 18 નવેમ્બર 2022ના રોજ પોતાના સરકારી કર્મચારીઓ, જેમને વર્તમાનમાં રાષ્ટ્રીય પેંશન પ્રણાલી (NPS) અંતર્ગત કવર આપવામાં આવી રહ્યું છે, જેના માટે ઓપીએસનું અમલીકરણ કરવા બાબતે સૂચના જાહેર કરવામાં આવી છે.
રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડની રાજ્ય સરકારોએ સંબંધિત રાજ્ય સરકારોએ સરકારોએ NPS હેઠળ સબસ્ક્રાઇબર્સના સંચિત કોર્પસને સંબંધિત રાજ્ય સરકારોને પરત કરવા માટે કેન્દ્ર સરકાર/PFRDને દરખાસ્તો મોકલી છે. પંજાબ રાજ્ય સરકાર તરફથી આવી કોઈ દરખાસ્ત પ્રાપ્ત થઈ નથી.
રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડની રાજ્ય સરકારોના પ્રસ્તાવ પ્રત્યેના ઉત્તરમાં PFRDAએ સંબંધિત રાજ્ય સરકારોને સૂચિત કરી છે કે PFRDA રેગ્યુલેશન 2015 સાથે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ, 2013 અને સમયાંતરે સુધારેલા અન્ય સંબંધિત નિયમો હેઠળ, ભંડોળ જે NPS ની તરફેણમાં પહેલાથી જ જમા થયેલ છે, સરકારી યોગદાન અને કર્મચારીઓના યોગદાન બંને સ્વરૂપે, ઉપાર્જિત વ્યાજ સાથે, રાજ્ય સરકારને તબદીલ કરવામાં આવશે. તેને સરકારને પરત કરવાની અને તેને પરત જમા કરવાની કોઈ જોગવાઈ નથી.આ ઉપરાંત ેતમણે જણાવ્યું કે જૂની પેંશન યોજાન ફરી શરૂ કરવા બાબતે સરકાર કોઈ વિચાર નથી કરી રહી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
