શિંદેની શિવસેનામાં જોડાયા ગોવિંદા, આ લોકસભા બેઠકથી લડશે ચૂંટણી
Lok Sabha election 2024: લોકસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે. લેટેસ્ટ વિકાસમાં, ફિલ્મ અભિનેતા ગોવિંદા આજે શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે. તેઓ બાળાસાહેબ ઠાકરે ભવનમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. એવું માનવામાં આવે છે કે, તેઓ ઉત્તર પશ્ચિમ મુંબઈ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
આ અવસર પર ગોવિંદાએ જણાવ્યું હતું કે, એકનાથ શિંદેજીનો આભાર, આજે શિવસેનામાં જોડાવાનો અર્થ ભગવાનની પ્રેરણા છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ 2004 થી 2009 સુધી કોંગ્રેસ પાર્ટીના સાંસદ હતા. હવે ચૌદ વર્ષના વનવાસ પછી હું શિવસેનામાં જોડાયો છું. મુંબઈ હવે સુંદર અને વિકસિત દેખાઈ રહ્યું છે. અહીં વિકાસના કામો થઈ રહ્યા છે.

ગોવિંદાએ પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીમાં સકારાત્મકતા છે. તેમણે દેશને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. ગણેશ જયંતિ પર હું મુખ્યમંત્રીને મળ્યો હતો, આજે ગણેશ ચતુર્થીના દિવસે શિવસેનામાં જોડાયો છું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદેએ જણાવ્યું હતું કે, ગોવિંદાએ પાર્ટીમાં સામેલ થવા માટે કોઈ શરત રાખી નથી. ગોવિંદા અમારી પાર્ટીના સ્ટાર પ્રચારક હશે.
એકનાથ શિંદે જૂથની શિવસેનામાં સામેલ થવા પર બોલીવુડના દિગ્ગજ અભિનેતા ગોવિંદાએ જણાવ્યું હતું કે, હું 2004 થી 2009 સુધી રાજકારણમાં હતો અને તે 14મી લોકસભા હતી. આ એક અદ્ભુત સંયોગ છે કે, હવે 14 વર્ષ પછી, આજે હું ફરીથી રાજકારણમાં આવ્યો છું.
#WATCH | On joining Shiv Sena, Veteran Bollywood actor Govinda says, "I was in politics from 2004 to 2009 and that was the 14th Lok Sabha. This is an amazing coincidence that now, after 14 years, today I have come into politics again..." pic.twitter.com/Qnil9ov8zV
— ANI (@ANI) March 28, 2024
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
