કર્ણાટકઃ રાજ્યપાલની કુમારસ્વામીને ચિઠ્ઠી, આજે 6 વાગ્યા સુધી બહુમત સાબિત કરો
કર્ણાટકઃ રાજ્યપાલની કુમારસ્વામીને ચિઠ્ઠી, આજે 6 વાગ્યા સુધી બહુમત સાબિત કરો
બેંગ્લોરઃ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ સીએમ એચડી કુમારસ્વામીને ચિઠ્ઠી મોકલી આજે સાંજે 6 વાગ્યા સુધી વિધાનસભામાં બહુમત સાબિત કરવા કહ્યું છે. કોંગ્રેસ અને જેડીએસના 16 ધારાસભ્યોના રાજીનામા બાદ રાજ્ય સરકારને બહુમત સાબિત કરવાનું છે. ગુરુવારે કુમારસ્વામીને બહુમત સાબિત કરવાનું હતું પરંતુ એક ધારાસભ્યની બીમારીને લઈ હંગામો થતાં પરીક્ષણ ન થયું. જે બાદ શુક્રવારે પણ સદનમાં સતત હંગામો થઈ રહ્યો છે. વિપક્ષના ભાજપી ધારાસભ્યોએ રાજ્યપાલને મળી આરોપ લગાવ્યો કે કોંગ્રેસ-જેડીએસ સરકાર અલ્પમતમાં છે અને તેઓ જાણીજોઈને ફ્લોર ટેસ્ટથી બચી રહ્યા છે. જે બાદ રાજ્યપાલે કુમારસ્વામીને ચિઠ્ઠી લખી છે.

કર્ણાટક વિધાનસભામાં ગુરુવારે વિશ્વાસમત પરીક્ષણ ન થઈ શક્યું. ગુરુવારે ભાજપના ધારાસભ્યએ કર્ણાટકના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી જે બાદ રાજ્યપાલે સ્પીકરને આજે જ ફ્લોર ટેસ્ટ કરાવવા પર વિચાર કરવા માટે કહ્યું હતું પરંતુ સ્પીકરે વિધાનસભા સ્થગિત કરી દીધી હતી. જે બાદ આજે શુક્રવારે સદનમાં બહુમત પરી7ણ થનાર છે. જો કે બપોર બાદ સુધી સદનમાં તેના અણસાર નથી જણાઈ રહ્યા.
ગુરુવારે દિસભર સદનમાં ભાજપ-કોંગ્રેસ ધારાસભ્યો એકબીજા પર આરોપ લગાવતા રહ્યા અને હંગામો થતો રહ્યો. સાંજે સ્પીકરે વિધાનસભા શુક્રવાર માટે સ્થગિત કરી દીધી. ફ્લોર ટેસ્ટ ન કરાવવા પર ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં જ ધરણા પર બેસી ગયા. મુખ્યમંત્રી એચડી કુમારસ્ામીએ સદનમાં ભાજપ પર સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો છે તે બીજી તરફ ભાજપ કોંગ્રેસ અને જેડીએસ પર જાણીજોઈ મતદાનમાં મોડું કરતા હોવાનો આરોપ લગાવી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
