સરકાર ખેડૂતો સાથે વાત કરવા તૈયાર, અમિત શાહ ખેડુતો સાથે વાત કરશે!
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હવે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમાપ્ત કરવા માટે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરશે. સરકાર સાથે વાટાઘાટો કરવા માટે પાંચ ખેડૂત આગેવાનોની સમિતિ બનાવવામાં આવી છે.
દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હવે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમાપ્ત કરવા માટે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરશે. સરકાર સાથે વાટાઘાટો કરવા માટે પાંચ ખેડૂત આગેવાનોની સમિતિ બનાવવામાં આવી છે. આ ઉપરાંત શનિવારે સિંઘુ બોર્ડર પર ખેડૂત સંગઠનો વચ્ચેની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે MSP સહિત અન્ય માંગણીઓ પર આંદોલન ચાલુ રહેશે.

સંયુક્ત કિસાન મોરચા દ્વારા એમએસપી અને અન્ય મુદ્દાઓ પર સરકાર સાથે વાત કરવા માટે પાંચ લોકોની સમિતિ બનાવવામાં આવી છે. આમાં બલબીર સિંહ રાજેવાલ, ગુરનામ સિંહ ચઢુની, યુદ્ધવીર સિંહ, શિવકુમાર કક્કા અને અશોક ધાવલેના નામ સામેલ છે. પાંચ સભ્યોની સમિતિના સભ્ય યુધવીર સિંહે ન્યૂઝ ચેનલ એનડીટીવી સાથે વાત કરતા કહ્યું કે,અમિત શાહે અમને ગઈકાલે રાત્રે ફોન કર્યો અને કહ્યું કે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. સરકાર પણ ચાલી રહેલા આંદોલનનો ઉકેલ શોધવા તૈયાર છે.
આ સિવાય યુદ્ધવીર સિંહે કહ્યું કે, તેઓ વાતચીત માટે એક સમિતિ ઈચ્છે છે, તેથી અમે એક સમિતિ બનાવી છે. તેમણે એમ પણ કહ્યું કે, 7 ડિસેમ્બરે સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે મળનારી બેઠક પર ચર્ચા કરવામાં આવશે. જો આનાથી કોઈ હકારાત્મક પરિણામ આવશે તો ખેડૂતો તેમના ઘરે જઈ શકશે. બીજી તરફ સંયુક્ત કિસાન મોરચામાં સામેલ યોગેન્દ્ર યાદવે પણ કહ્યું કે સરકાર તરફથી સકારાત્મક સંકેતો મળ્યા છે, તેથી 7 ડિસેમ્બરે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
શનિવારે ખેડૂત નેતાઓ વચ્ચેની બેઠક બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, સંયુક્ત કિસાન મોરચાની 5 સભ્યોની સમિતિ કેન્દ્ર સરકાર સાથે વાત કરશે. રાજ્ય સરકારો સાથે વાત કરવા માટે એક કમિટી પણ બનાવવામાં આવશે. સમિતિ અને સરકાર વચ્ચે જે પણ વાતચીત થશે તે સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં જણાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચ્યા બાદ પણ વિરોધ કરી રહેલા ખેડૂત MSPની કાયદેસરની ગેરંટી, આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને લખીમપુર ખીરી કેસમાં આરોપીના પિતા અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીને બરતરફ કરવાની માંગ પર અડગ છે. ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ માંગણીઓનો કોઈ ઉકેલ નહીં આવે ત્યાં સુધી ખેડૂતો પાછીપાની કરશે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
