કેન્દ્ર સરકારે જારી કર્યો વૉટ્સએપ નંબર, 24 કલાક મેળવી શકશો કોરોનાની માહિતી

ભારત સહિત આખી દુનિયામાં કોરોના વાયરસ (કોવિડ-19)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આના જોખમ સામે લડવા માટે સરકારે હવે વધુ એક મહત્વનુ પગલુ લીધુ છે.

ભારત સહિત આખી દુનિયામાં કોરોના વાયરસ (કોવિડ-19)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આના જોખમ સામે લડવા માટે સરકારે હવે વધુ એક મહત્વનુ પગલુ લીધુ છે. સરકાર લોકોને કોરોના વાયરસ સાથે જોડાયેલ જરૂરી સૂચનો આપવા અને તેમના સુધી મદદ પહોંચાડવા માટે હેલ્પ ડેસ્ક બનાવી છે. આ સાથે જ સરકાર તરફથી એક વૉટ્સએપ નંબર પણ જારી કરવામાં આવ્યો છે. હેલ્પ ડેસ્ક દ્વારા લોક 24 કલાક માહિતી અથવા મદદ મેળવી શકે છે.

Coronavirus

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ વૉટ્સએપ ચેટબૉક્સ અઠવાડિયાના સાતે દિવસ, 24 કલાક કામ કરશે. આને માય ગવર્નમેન્ટ કોરોના હેલ્પ ડેસ્ક (MyGov Corona Helpdesk) નામ આપવામાં આવ્યુ છે. આનો વૉટ્સએપ નંબર 9013151515 છે. આ નંબરને તમે મોબાઈલમાં સેવ કરી શકો છો. આના પર ચેટ દ્વારા મદદ અને સૂચન લઈ શકો છો. આ સાથે જ તમે કોરોના અંગેની કોઈ પણ માહિતી મેળવી શકો છો.

કોરોના વાયરસ સામે લડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો બધા જરૂરી પગલા લઈ રહી છે. સાવચેતી રૂપે નોકરિયત લોકોને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવી રહ્યુ છે. શાળા અને કૉલેજો અને યુનિવર્સિટી સહિત બધા પ્રકારની સાર્વજનિક જગ્યાઓને બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. લોકોને બચાવ માટે બધા ઉપાય અપનાવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X