મોદી સરકારનો નવો નિર્ણય, કેશમાં નહીં મળે પગાર

મોદી સરકારે કેશલેશ ઇન્ડિયાના લક્ષ્ય પર આગળ વધતા વધુ એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. જે મુજબ કંપનીઓના કર્મચારીઓને કેશમાં પગાર નહીં મળે. વધુ વાંચો અહીં.

કેશલેશ વ્યવસ્થાની તરફ આગળ વધતા મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ હવે કોઇને પણ કેશમાં સેલેરી નહીં મળે. લોકોની સેલેરી હવે ચેક દ્વારા તેમના બેંક ખાતામાં આવશે. નોટબંધી પછી મોદી કેબિનેટે કેશલેશ ઇન્ડિયાના પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે પગારની ચૂકવણીના કાનૂનમાં સંશોધન માટે અધ્યાદેશને મંજૂરી આપી છે.

modi

આ નિયમ મુજબ જે પણ કંપનીમાં 10 થી વધુ કર્મચારીઓ હશે તે કંપનીને તેમના કર્મચારીઓનો પગાર રોકડ રકમમાં નહીં આપી શકે.મોદી કેબીનેટના આ નિર્ણય મુજબ હવે તેમની સેલેરી કાં તો ચેકથી કે પછી તેમના બેંક એકાઉન્ટ દ્વારા આપવામાં રહેશે. નોંધનીય છે કે દેશમાં અનેક તેવી કંપનીઓ છે જ્યાં કર્મચારીઓનો પગાર રોકડ રકમમાં આપવામાં આવે છે.

શત્રુ સંપત્તિ અધિનિયમ પર મોદી કેબિનેટની મંજૂરી

નોંધનીય છે કે મોદી સરકારે 8 નવેમ્બરથી 500 અને 1000 રૂપિયાના નોટ પર પ્રતિબંધ લગાવ્યો છે તે પછી સરકાર અનેક તેવા પ્રયાસો કરી રહી છે જેનાથી કેશની જગ્યાએ લોકો કાર્ડ વાપરે અને ઇ પેમેન્ટ વધી શકે. એટલું જ નહીં મોદી કેબિનેટે શત્રુ સંપત્તિ અધિનિયમને પણ મંજૂરી આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X