Women's Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગૂગલે બનાવ્યુ ખાસ એનિમેટેડ ડૂડલ, બતાવી નારી શક્તિની ઝલક
ગૂગલે આ વખતે મહિલા દિવસ 2021 માટે ડૂડલમાં એક ખાસ એનિમેટેડ વીડિયો બનાવ્યો છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2021 પર ગૂગલ ડૂડલઃ આજે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ગૂગલે પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2021ને સમર્પિત એક ખાસ ડૂડલ બનાવ્યુ છે. ગૂગલે આ વખતે મહિલા દિવસ 2021 માટે ડૂડલમાં એક ખાસ એનિમેટેડ વીડિયો બનાવ્યો છે જેમાં નારી શક્તિને દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે. ડૂડલે એનિમેટેડ વીડિયોમાં મહિલાઓની સમાજમાં અલગ અલગ ભૂમિકાને બતાવવાની કોશિશ કરી છે. ડૂડલ દ્વારા એ જણાવવાની કોશિશ કરવામાં આવી છે કે મહિલાઓએ પોતાના ખભે જેટલી જવાબદારી લીધી છે તે બધાને સરસ રીતે નિભાવી રહી છે. વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે આજના સમયમાં એવુ કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓની ભાગીદારી ન હોય.

41 સેકન્ડનો ગૂગલ ડૂડલવાળો એનિમેટેડ વીડિયો ઘણો પ્રભાવી છે જેમા બધી મહિલાઓને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં એક સાથે આવીને હાથ ઉઠાવવા પર જોર આપે છે. આ નાના વીડિયોમાં ગૂગલે દુનિયાભરમાં મહિલાઓની અમુક કહાનીોને પ્રકાશમાં લાવવાની કોશિશ કરી છે. ગૂગલે ડૂડલના આ વીડિયોની થીમ હતી - 'મહિલા ફર્સ્ટ'. ગૂગ ડૂડલના આ એનિમેટેડ વીડિયોને હેલેન લેરોક્સે તૈયાર કર્યો છે. જેના માટે તેમણે પ્રેરણા પોતાની દાદી પાસેથી લીધી છે. હેલેન લેરોક્સ એક પ્રોફેશનલ એનિમેટેડ આર્ટિસ્ટ છે. હેલેન લેરોક્સે કહ્યુ કે આ વર્ષના ગૂગલ ડૂડલની થીમ - 'મહિલા ફર્સ્ટ' સાથે હું ખુદને કનેક્ટ કરી શકી છુ કારણકે હું પોતાના ઘરની પહેલી મહિલા છુ કે જે એક પેઈન્ટર અને એનિમેટેડ આર્ટિસ્ટ છે.
તેમણે પોતાના બાળપણના દિવસોને યાદ કરીને કહ્યુ, 'મને આજે પણ યાદ છે જ્યારે મારી દાદી મને ડ્રોઈંગ કરતા જોતા તો મારી મદદ કરતા કારણકે તે ખુદ એક અવિશ્વસનીય કલાકાર હતા પરંતુ તેમણે ક્યારેય મને તેને આને પોતાનો વ્યવસાય બનાવવા માટે નહોતુ કહ્યુ. પરંતુ હું ડ્રોઈંગને એક વ્યવસાય બનાવનારી પોતાના પરિવારની પહેલી મહિલા બની ગઈ. કાશ મારા દાદીને પણ આવો મોકો મળી શકતો.' તેમણે કહ્યુ, જ્યારે મે શરૂઆત કરી ત્યારે આ પુરુષોના વર્ચસ્વવાળુ એક ક્ષેત્ર હતુ અને હવે ઘણી મહિલા એનિમેટો અને નિર્દેશકોને જોઈને ગર્વ અનુભવુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
