કિલ્લામાં સોનાની શોધ, મળી આવી સોનાની દિવાલ !!
ડોંડિયાખેડા, 20 ઓક્ટોબર: ડોંડિયાખેડાના રાવ રામ બક્શસિંહના કિલ્લામાં શનિવારે પુરાતત્વ વિભાગની ટીમે સાડા આઠ કલાકમાં કુલ પચ્ચાવન સેન્ટીમીટર ખોદકામ કરી. અત્યાર સુધી કોઇ પરિણામ મળ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન એક મીટર પહોળી દિવાલ મળી આવી છે. પાંચ વર્ગમીટરના વિસ્તારમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. પહેલાં દિવસે પંદર સેન્ટીમીટર ખોદકામ થયું હતું. સવારે કિલ્લાની તરફ જતાં રોકવા માટે સ્થાનિક લોકોએ પોલીસ વહિવટી તંત્ર વિરૂદ્ધ નારેબાજી કરી.
શનિવારે એએસઆઇની 18 સભ્યોની ટીમે બપોરે એક વાગ્યા સુધી ખોદકામ શરૂ કર્યું. આ દરમિયાન ફક્ત પોલીસ અધિકારી કિલ્લા પરિસરમાં હાજર છે. સાંજે સાડા પાંચ વાગે એસડીએમ બીધાપુર વિજય શંકર દુબેએ જણાવ્યું હતું કે બીજા દિવસે કુલ 55 સેન્ટીમીટર જમીનનું ખોદકામ થયું છે. ખોદકામ માટે બે બ્લોક બનાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કિલ્લા પરિસરમાં ખોદકામ દરમિયાન એક મીટર પહોળી દિવાલ મળી છે. એએસઆઇની ટીમ અત્યારે દિવાલના આસપાસ સફાઇ કરી રહી છે.
જો કે એસડીએમ બીધાપુરે આ અંગે કોઇપણ જાણકારી આપવાની મનાઇ કરી દિધી છે. શનિવારે સવારે બેરિકેડિંગ તોડીને કેટલાક લોકોને વર્જિત વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો તો પોલીસે સખતાઇથી તેમને અટકાવી લીધા હતા.
નારાજ થઇને તે પોલીસ વહિવટી તંત્રના વિરૂદ્ધ નારેબાજી કરવા લાગ્યા હતા. ડોંડિયા ખેડા ગામની બહાર જ પોલીસ અને પીએસીના જવાનો લોકોને રોકતા રહ્યાં હતા. બાબૂજીના શિવાલાના સામે અને પગડંડિયો પર ડેરો જમાવેલા દુકાનદારોને પણ પોલીસે હાંકી કાઢ્યા હતા.

એક દિવસ પહેલાં પણ ઘુસવાનો પ્રયત્ન કરી રહ્યાં પ્રેક્ષકો સાથે પોલીસને સખતાઇ કરવી પડી હતી. કિલ્લા પરિસરની સુરક્ષા અને સખત કરી દેવામાં આવી છે. શનિવારે રાયબરેલી અને કાનપુરથી અને પીએસી જવાન મંગાવી લેવામાં આવ્યા છે.
બાંદામાં શિવરામ બાબાનું મંદિર ખોદયું
બાંદાના પિપરહરી વિસ્તારમાં સોનું-ચાંદી મળવાની આશામાં ચોરોએ શિવરાજ બાબાના અતિ પ્રાચીન મંદિરનું ખોદકામ કરી તેને ધ્વસ્ત કરી દિધું છે. પેલાની જંગલ પાસે લગભગ મહરાજપુર ખેર સ્થિત આ હજારો વર્ષ જૂના મંદિરમાં ચોરોને સોના-ચાંદી ભરેલા કળશ અને ઘડા દટાયેલા હોવાની જાણકારી મળી હતી.
ફતેપુરમાં મહંતને બંધક બનાવી ચબુતરો ખોદયો
ફતેપુરના આદમપુરમાં સપનાના ખજાનાની શોધમાં ચોરોએ શુક્રવારે મોડી રાત્રે ગંગા કિનારે સ્થિત મંદિરનો ચતુબરો ખોદી દિધો. પોલીસની લાપરવાહીથી રામ જાનકી ગંગા પાકા ઘાટના આશ્રમના મહંતને બંધક બનાવીને ઘટનાને અંજામ આપવામાં આવ્યું. સવારે પોલીસે ખાડો પુરીને કેસ રફેદફે કરવાનો પ્રયત્ન કર્યો, ચોરોએ મહંતને પરોઢ સુધી બંધક બનાવી રાખ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
