‘ગોલ્ડ મેન’ નીરજ ચોપરાનો ભાલો હરાજીમાં આટલા રૂપિયામાં વેચાયો!
ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાનો ભાલો હરાજીમાં અધધ 1.5. રૂપિયામાં વેચાયો છે. આ વડા પ્રધાન મોદીના સ્મૃતિચિહ્નોની ઈ-હરાજીમાં સૌથી વધુ કિંમત છે. આ માહિતી સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.
નવી દિલ્હી : ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાનો ભાલો હરાજીમાં અધધ 1.5. રૂપિયામાં વેચાયો છે. આ વડા પ્રધાન મોદીના સ્મૃતિચિહ્નોની ઈ-હરાજીમાં સૌથી વધુ કિંમત છે. આ માહિતી સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. આ વસ્તુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ તરીકે આપવામાં આવી હતી. આ ભેટોને સ્મૃતિચિહ્ન તરીકે જોવામાં આવે છે.
આવા ચિહ્નોની હરાજીનો આ ત્રીજો રાઉન્ડ હતો અને ભારતના ટોચના રમતવીરોની ભેટની હરાજીને લઈને લોકોમાં ઉત્સાહ હતો. અપેક્ષા મુજબ જ બાજી ગોલ્ડન બોય નીરજ ચોપરાના ભાલાએ મારી. તમને જણાવી દઈએ કે આ હરાજીની રકમ જાહેર કામ માટે વપરાય છે. આમાં, માત્ર રમતો જ નહીં, પરંતુ તમામ પ્રકારની સિદ્ધિઓ સાથે જોડાયેલી ભેટની હરાજી કરાય છે.

ચોપરાના ગોલ્ડ વિજેતા ભાલા બાદ ભવાની દેવીની ઓટોગ્રાફ ફેંસ (1.25 કરોડ રૂપિયા), સુમિત એન્ટિલનો ભાલો (1.002 કરોડ રૂપિયા), ટોક્યો 2020 અને પેરા ઓલમ્પિક દ્વારા ઓટોગ્રાફ કરેલ અંગવસ્ત્રો અને લવલીના બોરગોહેનના બોક્સિંગ મોજા (1 રૂપિયા) 91 લાખ) નોંધપાત્ર રહ્યાં હતા.
ઇ-હરાજીના આ રાઉન્ડની મુખ્ય વસ્તુઓમાં મેડલ વિજેતા ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ અને ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સના યાદગાર વસ્તુઓનો સમાવેશ થાય છે.
ઈ-હરાજીમાં 1348 સ્મૃતિચિહ્ન મૂકવામાં આવ્યા હતા અને લગભગ 8600 બોલીઓ પ્રાપ્ત થઈ હતી. મોદીની પ્રસ્તુત ભેટો અને સ્મૃતિચિહ્નોની ઇ-હરાજીનો આ ત્રીજો રાઉન્ડ 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન યોજાયો હતો. ઈ-હરાજીની રકમ નમામી ગંગે મિશનમાં જશે.
છેલ્લે આવી હરાજી સપ્ટેમ્બર 2019 માં 2,770 વસ્તુઓની યોજાઈ હતી. જેમાં ચિત્રો, શિલ્પો, શાલ, જેકેટ અને પરંપરાગત સંગીતનાં સાધનોનો સમાવેશ થાય છે. આ રકમ નમામી ગંગે મિશનમાં જ દાનમાં આપવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
