ગોવામાં કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો, જાણો આગળ
ગોવામાં મનોહર પારીકરના બીમાર થયા પછી રાજનૈતિક રમત વચ્ચે કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે.
ગોવામાં મનોહર પારીકરના બીમાર થયા પછી રાજનૈતિક રમત વચ્ચે કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે. સૂત્રો અનુસાર કોંગ્રેસના 14 વિધાયકો સોમવારે રાજ્યપાલ મૃદુલા સિન્હાને મળવા માટે પહોંચ્યા. રાજ્યપાલ ત્યાં હાજર નહીં હોવાને કારણે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સરકાર બનાવવાનો દાવો કરવાની ચિઠ્ઠી ત્યાં મૂકીને આવ્યા. આ પત્રમાં સરકાર બનાવવાનો મોકો આપવાની માંગ કરવામાં આવી છે. રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી પાસે 16 વિધાયકો છે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે તેમની પાસે એક એનસીપી વિધાયક સહિત 17 વિધાયકોનું સમર્થન છે.

કોંગ્રેસ ગોવા પ્રમુખ ચંદ્રકાંત કાવલેકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે ગવર્નરને પત્ર સોંપ્યો છે અને અનુરોધ કર્યો છે કે રાજ્યને 18 મહિનામાં ચૂંટણી જેવી પરિસ્થિતિમાં નહીં મૂકવું જોઈએ. લોકોએ અમને 5 વર્ષ માટે પસંદ કર્યા છે. જો વર્તમાન સરકાર કામ કરવામાં સક્ષમ નથી તો અમને મોકો આપવો જોઈએ. સૂત્રો અનુસાર વર્તમાન ગવર્નર મૃદુલા સિન્હા રાજભવનમાં હાજર ના હતા.
આ પણ વાંચો: ગઠબંધન માટે મજબૂત સીટોનું બલિદાન નહીં કરીએ: રાહુલ ગાંધી
કોંગ્રેસ ગોવા પ્રમુખ ચંદ્રકાંત કાવલેકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે રાજ્યની સૌથી મોટી પાર્ટી છીએ એટલા માટે અમને પહેલા જ ચાન્સ મળવો જોઈતો હતો. જુઓ આજે સરકાર કેવી રીતે ચાલી રહી છે. સરકાર હોવા છતાં પણ સરકાર નહીં હોવા બરાબર છે. એટલા માટે અમે સરકાર બનાવવાનો દાવો રજુ કરી રહ્યા છે. અમારી પાસે જરૂરી સંખ્યાબળ છે. રાજ્યપાલ કાલે આવશે અમે તેમને નિવેદન કરીશુ.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ અને ખેડૂતો પર કંઈ નથી બોલતા પીએમ મોદીઃ રાહુલ ગાંધી
ગોવાની આ ખબરો વચ્ચે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે એમજીપી (મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી) માં બરાબર નથી ચાલી રહ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે પાર્ટીના બે વિધાયક કોંગ્રેસના સંપર્કમાં છે પરંતુ પાર્ટી તેનાથી ઇન્કાર કરી રહી છે. બીજી બાજુ બીજેપી કોર કમિટી ઘ્વારા ગોવાના મુખ્યમંત્રી બદલવાથી ઇન્કાર કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: 2019 પહેલા કોંગ્રેસનો મોટો દાવ, સત્તામાં આવ્યા તો બ્રાહ્મણોને આપશે 10% અનામત
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
