Global Hunger Index 2023: ગ્લોબલ હંગર ઇન્ડેક્ષમાં ભારતનો 111મો રેન્ક, ભારત સરકારે રિપોર્ટને બનાવટી ગણાવ્યો
Global Hunger Index 2023: ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) 2023 ગુરુવારના રોજ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ભારત 125 દેશોમાંથી 111મા ક્રમે છે, જેમાં દેશમાં સૌથી વધુ 18.7 ટકા બાળકોનો કુપોષણનો દર નોંધાયો છે.
કેન્દ્ર સરકારે તરત જ આ અહેવાલને ખોટો ગણાવીને ફગાવી દીધો હતો. આ સૂચકાંકમાં ભારતમાં ભૂખમરાનું સ્તર 28.7ના સ્કોર સાથે ગંભીર તરીકે વર્ણવવામાં આવ્યું છે.

કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે, ગ્લોબલ હંગર ઈન્ડેક્સ ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે, અને દૂષિત ઈરાદાને પ્રતિબિંબિત કરે છે. ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટ આઈરિશ એનજીઓ કન્સર્ન વર્લ્ડવાઈડ અને જર્મન એનજીઓ વેલ્ટ હંગર હિલ્ફે દ્વારા તૈયાર અને બહાર પાડવામાં આવ્યો છે.
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ-2023 (Global Hunger Index 2023)માં, ભારતમાં ચાઈલ્ડ વેસ્ટિંગનો સૌથી વધુ દર 18.7 ટકા છે, જે અત્યંત કુપોષણ દર્શાવે છે. ચાઈલ્ડ વેસ્ટિંગ એ બાળકોની ઊંચાઈની સરખામણીમાં પાતળા અને ઓછા વજનનો ઉલ્લેખ કરે છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે. ભૂખ સૂચકાંકમાં ભૂખનું ખોટું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ચારમાંથી ત્રણ સૂચકાંકો બાળકોના સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે અને તે સમગ્ર વસ્તીનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી. ચોથું સૌથી મહત્વપૂર્ણ સૂચક વસ્તીમાં કુપોષિત લોકોનું પ્રમાણ માત્ર 3000 નમૂનાઓના આધારે હાથ ધરવામાં આવેલા ઓપિનિયન પોલ પર આધારિત છે.
હંગર ઇન્ડેક્સ પર આધારિત અહેવાલ જણાવે છે કે, ભારતમાં વિશ્વમાં સૌથી વધુ 18.7 ટકા બાળકોના કુપોષણનો દર છે, જે તીવ્ર કુપોષણ દર્શાવે છે. કુપોષણનું માપન બાળકોના વજનના આધારે તેમની ઊંચાઈના આધારે કરવામાં આવે છે.
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ-2023 (Global Hunger Index 2023) રિપોર્ટ સૂચવે છે કે, ભારતમાં કુપોષણ દર 16.6 ટકા હતો અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના લોકોનો મૃત્યુદર 3.1 ટકા હતો. આ ઈન્ડેક્સમાં ભારતના પડોશી દેશોનું પ્રદર્શન તેના કરતા સારું રહ્યું છે. બાંગ્લાદેશ 81મા, નેપાળ 69મા અને શ્રીલંકા 60મા ક્રમે પાકિસ્તાન પછી 102મા સ્થાને છે.
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ-2023 (Global Hunger Index 2023) એ વૈશ્વિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે ભૂખને વ્યાપકપણે માપવા અને ટ્રેક કરવા માટેનું એક સાધન છે. સબ-સહારન આફ્રિકા અને દક્ષિણ એશિયાને વિશ્વના એવા પ્રદેશો તરીકે દર્શાવવામાં આવ્યા છે, જ્યાં ભૂખમરાનું ઉચ્ચ સ્તર છે. બંનેનો GHI સ્કોર 27-27 છે. 2022માં ભારત 121 દેશોમાં 107મા ક્રમે હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
