છોકરીઓને પણ IMC પરીક્ષા આપવાની તક મળે-સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનું નિવેદન
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને ડિસેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રીય ભારતીય મિલિટરી કોલેજ (RIMC) ની પ્રવેશ પરીક્ષામાં છોકરીઓને આવવા દેવા અને તેના માટે તમામ જરૂરી પગલાં લેવા આદેશ આપ્યો હતો.
નવી દિલ્હી, 7 ઓક્ટોબર : સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને ડિસેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રીય ભારતીય મિલિટરી કોલેજ (RIMC) ની પ્રવેશ પરીક્ષામાં છોકરીઓને આવવા દેવા અને તેના માટે તમામ જરૂરી પગલાં લેવા આદેશ આપ્યો હતો. કેન્દ્રએ બુધવારે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા નિર્દેશને પગલે સશસ્ત્ર દળોએ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી (એનડીએ) માં મહિલા ઉમેદવારોને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફારની જરૂરિયાતને ટાંકીને કેન્દ્રએ આ વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં મહિલાઓના પ્રવેશને મુક્તિ આપવા માટે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી.

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, આર્મી, એરફોર્સ અને નેવીના પ્રમુખો એનડીએ, નેવલ એકેડમીમાં મહિલાઓને પ્રવેશ આપવાના પ્રસ્તાવ સાથે સંમત થયા છે. એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, અમને એ જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે છોકરીઓને એનડીએમાં પ્રવેશ આપવામાં આવશે. સાથે જ કોર્ટે કહ્યું કે, અમને આશા છે કે સંરક્ષણ દળો મહિલાઓની મહત્વની ભૂમિકાને મહત્વ આપશે. અમે ઇચ્છીએ છીએ કે તે કોર્ટના હસ્તક્ષેપને બદલે લિંગ આધારિત ભૂમિકાઓમાં સક્રિય વલણ અપનાવે. અગાઉ, સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે નીતિગત નિર્ણયો લિંગ ભેદભાવ પર આધારિત છે.
તમને જણાવી દઈએ કે આ અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે દલીલ કરી હતી કે લાયક મહિલા ઉમેદવારોને તેમના લિંગના આધારે નેશનલ ડિફેન્સ એકેડમીમાં જોડાવાની તક નકારવામાં આવી છે, જે બાદમાં મહિલા અધિકારીઓ માટે કારકિર્દીની ઉન્નતિની તકોમાં અવરોધ ઉભો કરે છે, જેના અનુસંધાને કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, કમિશન દ્વારા લેવાતી લેખિત પરીક્ષામાં તેમના પ્રદર્શને આધારે પસંદગી થશે. ત્યારબાદ લાયકાત ધરાવતા ઉમેદવારોની સેવા પસંદગી બોર્ડ દ્વારા બુદ્ધિ અને વ્યક્તિત્વ પરીક્ષણને આધિન રહેશે. જણાવી દઈએ કે રાષ્ટ્રીય ભારતીય મિલિટરી કોલેજની પ્રવેશ પરીક્ષા બે વિષયો ગણિત અને સામાન્ય યોગ્યતા પરીક્ષણ પર આધારિત હશે. બંને પેપર અઢી કલાકના હશે. ગણિતનું પેપર 300 ગુણનું અને જનરલ એપ્ટિટ્યુડ ટેસ્ટ 600 ગુણનું હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
