GES 2017 : ટ્રંપની કમજોરી, ત્રણ બાળકોની માં, લેખિકા કે મોડેલ, કોણ છે ઇવાન્કા?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પુત્રી ઇવાન્કા ટ્રંપ હાલ ભારતમાં છે. તે અહીં ગ્લોબલ એન્ટરપ્રેન્યોર સમિટમાં ભાગ લેવા માટે આવી છે. જેમાં આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પુત્રી ઇવાન્કા ટ્રંપ હાલ ભારતમાં છે. તે અહીં ગ્લોબલ એન્ટરપ્રેન્યોર સમિટમાં ભાગ લેવા માટે આવી છે. જેમાં આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. ઇવાન્કા માટે પીએમએ નરેન્દ્ર મોદી ડિનર આપશે. ઉલ્લેખનીય છે કે મોટા ભાગના લોકો ઇવાન્કાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પુત્રી તરીકે જ ઓળખે છે. પણ તેના વિષે તેવી ધણી વાતો છે જે કદાચ તમે નહીં જાણતા હોવ. ઇવાન્કાને ટ્રંપની નબળી કડી માનવામાં આવે છે. પણ હકીકતમાં ઇવાન્કા બિઝનેસ અને આર્થિક વાતોની સારી સમજ રાખે છે અને આ બ્યૂટી વિથ બ્રેઇન સમાન છોકરી તેના પિતાની સારી સલાહકાર પણ છે. ત્યારે જાણો ઇવાન્કા વિષે આવું જ થોડુંક વિશેષ...

ઇવાન્કા ટ્રંપ
ઇવાન્કા ટ્રંપ, ડોનાલ્ડ ટ્રંપની પહેલી પત્નીથી થયેલી પુત્રી છે. ઇવાન્કાનો જન્મ ન્યૂયોર્કમાં વર્ષ 1981માં થયો હતો. ઇવાન્કા પર તેના પિતાનો નાનપણથી પ્રભાવ રહેલો છે. અને તેણે ટ્રંપના ચૂંટણી અભિયાનોમાં પણ જોરશોરથી ભાગ લીધો હતો. એટલું જ નહીં મેગેઝિન વેનિટી ફેયરે તો ઇવાંકાને ટ્રંપની "પ્રોક્સી વાઇફ" પણ લખી નાખ્યું હતું.

લેખિકા છે ઇવાન્કા
ઇવાન્કાના લગ્ન વર્ષ 2009માં જોરાર્ડ કશ્નર સાથે થયા હતા. જે પછી તેણે યહૂદી ધર્મનો સ્વીકાર કર્યો હતો. ઇવાન્કા ત્રણ બાળકોની માતા છે. સાથે જ તેણે લેખિકા પણ છે તેમણે બે પુસ્તકો પણ લખ્યા છે. "ટ્રંપ કાર્ડ" અને બીજું પુસ્તક "વીમેન હૂ વર્ક : રિરાઇટિંગ ધ રૂલ્સ ફોર સક્સેસ". ઉલ્લેખનીય છે કે ઇવાન્કા અને તેના પતિ જોરાર્ડ કશ્નરને ડોનાલ્ડ ટ્રંપે વ્હાઇટ હાઉસના એડવાઇઝર એપોઇન્ટ કર્યા છે. ઇવાન્કાને લોકો વેપારને સારી સમજ ધરાવતી મહિલા માને છે.

સ્ટાઇલીશ લાઇફ
ઇવાન્કા એક લક્ઝરી અને સ્ટાઇશ લાઇફ જીવે છે. બે વર્ષ પહેલા એક પાર્ટીમાં તેણે 4,000 પાઉન્ડ એટલે કે લગભગ 32 લાખનો ડ્રેસ પહેર્યો હતો. અને આ જ કારણે તે હેડલાઇનનું કારણ બની હતી. તેમને કલાની પણ સારી સમજ છે. તેમના ઘરમાં અનેક જાણીતા પેઇન્ટરના ચિત્રો છે. અને સોશ્યલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ છે.

સુંદર મોડેલ
ઇવાન્કા જ્યારે 14 વર્ષની હતી ત્યારે તેને પહેલી વાર મોડલિંગની ઓફર મળી હતી. તે એક સુંદર મોડેલ પણ છે. ઉલ્લેખનીય છે કે ટ્રંપે એક વાર કહ્યું હતું કે ઇવાન્કા એટલી સુંદર છે કે જો તે તેમની દિકરી ના હોત તો તેને તે ચોક્કસથી ડેટ કરતા. આ મામલે તેમની ખૂબ જ નિંદા કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
