Gallantry awards : મેજર મનજીત અને દિલાવર ખાનને કીર્તિ ચક્ર એનાયત કરાશે, જુઓ વીરતા પુરસ્કારોની પુરી યાદી

Gallantry awards : 76માં પ્રજાસત્તાક દિવસની પુર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી છે. કુલ 93 બહાદુર જવાનોને વિવિધ એવોર્ડની સન્માનિત કરાશે.

પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શૌર્ય પુરસ્કારોને મંજૂરી આપી છે. આમાં બે કીર્તિ ચક્ર અને 14 શૌર્ય ચક્ર સામેલ છે.

Gallantry awards

ભારતનો બીજો સૌથી મોટો શૌર્ય ચંદ્રક કીર્તિ ચક્ર પંજાબ રેજિમેન્ટના મેજર મનજીત અને 28 રાષ્ટ્રીય રાઇફલ્સના નાયક દિલાવર ખાનને (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યા છે.

દેશના સૈનિકોની અસાધારણ બહાદુરી અને અદમ્ય હિંમત માટે આપવામાં આવતો કીર્તિ એવોર્ડ પંજાબ રેજિમેન્ટના મેજર મનજીતને આપવામાં આવ્યો છે.

એપ્રિલ 2024 માં જમ્મુ અને કાશ્મીરના સોપોર જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન દરમિયાન એક આતંકવાદીને ખતમ કરવા અને ફસાયેલા નાગરિકોને બચાવવા બદલ મેજર મનજીતને કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો છે.

ગયા વર્ષે જુલાઈમાં જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના લોગન વિસ્તારમાં એક ઓપરેશન દરમિયાન એક આતંકવાદીને ઠાર કરવા બદલ ભારતીય સેનાના આર્ટિલરી રેજિમેન્ટના નાઈક દિલાવર ખાનને મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X