કૉમ્બેટ ટ્રેનિંગથી લઇ ડાર્ક વેબના ઉપયોગ સુધી... હિજ્બ-ઉત-તહરીરના 16 સભ્યોની ધરપકડ
ભોપાલઃ મધ્ય પ્રદેશ એટીએસે કટ્ટરપંથી સંગઠન હિજ્બ-ઉત-તહરીર વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. એટીએસે મંગળવારે એક સાથે કેટલાય ઠેકાણે દરોડા પાડી સંગઠન સાથે જોડાયા. 16 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ લોકો પર મધ્ય પ્રદેશમાં પોતાના કેડેર બનાવવા શરૂ કરી દીધા હોવાનો પોલીસનો આરોપ છે.
પોલીસને તેમની પાસેથી દેશ વિરોધી દસ્તાવેજ, ટેક્નોલોજી ઉપકરણો, કટ્ટરપંથી સાહિત્ય અને અન્ય સામગ્રી મળી આવી છે. એટીએસ મુજબ હિજ્બ ઉત તહરીર સાથે જોડાયેલ લોકોના ઠેકાણે કેટલીય જગ્યાઓ પર મંગળવારે દરોડા પાડવામાં આવ્યા હતા. મધ્ય પ્રદેશ એટીએસે ભોપાળથી, 10, છિંદવાડાથી એક અને હૈદરાબાદથી પાંચ સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી છે.

એટીએસ મુજબ પોલીસથી બચવા માટે આરોપી જિમ ટ્રેનર, કોમ્પ્યૂટર ટેક્નિશિયન, દરજી, ઓટો ડ્રાઇવર જેવા કામ કરી રહ્યા હતા. પકડાયેલા સભ્યોમાંથી એક ભોપાલના કોહેફિજામાં એડુફોરમ ટ્યૂટોરિયલ્સના નામથી કોચિંગ સેંટર ચલાવી રહ્યો હતો. આ ઉપરાંત આરોપીઓ ડ્રોન કેમેરાથી પોતાના ટાર્ગેટની રેકી કરતા હતા. તેમણે રાજ્યમાં પોતાના કેડર બનાવવા શરૂ કરી દીધાં હતાં.
એટીએસ મુજબ આરોપી છાનામાના જંગલોમાં જઈ ક્લોજ કોમ્બેટ ટ્રેનિંગ, નિશાનબાજીની પ્રેક્ટિસ કરતા હતા. હૈદરાબાદથી લોકો આવી તેમને ટ્રેનિંગ આપતા હતા.છૂપી રીતે ભડકાઉ દસ્તાવેજો આપવામમાં આવતા્ં હતાં. તથા એકબીજા સાથે વાતચીત માટે તેઓ ડાર્ક વેબનો ઉપયોગ કરતા હતા. તેઓ હિંસક પ્રવૃત્તિ વાળા યુવાનોની ઓળખાણ કરતા હતા કે જેઓ સંગઠન માટે જીવ આપતાં પણ અચકાય નહીં.
સંગઠનની યોજના વધુમાં વધુ યુવાનોને જોડી તેમને બીજા ધર્મ વિરુદ્ધ જેહાદ માટે તૈયાર કરવાનો હતો. સંગઠનના લોકોએ આના માટે કેટલાય મોટા શહેરોમાં ટાર્ગેટ ચિહ્નિત કર્યા હતા અને ડ્રોનથી તેમની રેકી પણ કરવામાં આવી હતી અને ઘટનાને અંજામ આપવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા.
કટ્ટરપંથી ઈસ્લામ સંગઠન હિજ્બ ઉત તહરીરને અગાઉ તહરીક-એ-ખિલાફતના નામથી ઓળખવામાં આવતું હતું. જેનું નેટવર્ક દુનિયાના 50 દેશમાં ફેલાયેલું છે. 16થી વધુ દેશ તેના પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે, જેમનો ઉદ્દેશ્ય દેશમાં લોકતાંત્રિક શાસન પ્રણાલીને બદલે ઈસ્લામિક શરિયા કાનૂન લાગૂ કરવાનો છે.
માર્ચ મહિનામાં મધ્ય પ્રદેશ એટીએસે જમાત-એ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ મોડ્યૂઅલનો ભાંડાફોડ કરી 3 બાંગ્લાદેશી આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ વિરુદ્ધ યૂએપીએ અને બીજી કલમો હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
