મફત વીજળી હોય કે નોકરી, પંજાબની માન સરકારે પૂર્ણ કર્યા દરેક વાયદા
પંજાબમાં આમ આદમી પાર્ટીની માન સરકારને સત્તામાં આવ્યાને છે મહિના પૂરા થયા છે. આપને પંજાબને 117માંથી 92 સીટ પર જીત હાંસલ કરીને સરકાર બનાવી હતી.
પંજાબમાં આમ આદમી પાર્ટીની માન સરકારને સત્તામાં આવ્યાને છે મહિના પૂરા થયા છે. આપને પંજાબને 117માંથી 92 સીટ પર જીત હાંસલ કરીને સરકાર બનાવી હતી. સત્તામાં આવ્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માન સરકારે એક પછી એક વાયદા પૂર્ણ કરી રહી છે.

છેલ્લા 6 મહિનામાં પંજાબ સરકારે પોતાના ચૂંટણી વાયદાઓ પૂરા કરવા માટે સતત કામગીરી કરી છે. જેમાં મફત વીજળી હોય કે પછી ખેડૂતોના હિતોની વાત હોય. મુખ્યમંત્રી ભગવંત માન દરેક રીતે જનતાના હિતમાં નિર્ણયો કરી રહ્યા છે. સપ્ટેમ્બરમાં માન સરકારે પોતાના કાર્યકાળના છ મહિના પૂર્ણ કર્યા હતા. આ દરમિયાન તેમણે કેબિનેટમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
CM ભગવંત માનનો પહેલો નિર્ણય ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન નંબર શરૂ કરવાનો હતો, જે સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ લોકોને લાંચ માગતા અધિકારીઓના ઓડિયો/વીડિયો રેકોર્ડ કરવા અને તેમને આપેલા મોબાઈલ નંબર પર વોટ્સએપ દ્વારા મોકલવા માટે કહેવામાં આવ્યું હતું.
આ દિશામાં મુખ્યમંત્રી માને રાજ્યના તત્કાલીન આરોગ્ય મંત્રી વિજય સિંગલાને પણ હટાવ્યા હતા. આ દરમિયાન AAPના વડા અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર માટે શૂન્ય સહિષ્ણુતા ની પાર્ટીની જાહેર કરેલી નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો, તેને 'નવા યુગની સવાર' ગણાવી હતી.
ભગવંત માન સરકારે પંજાબમાં 'વીઆઈપી કલ્ચર' ખતમ કરવાના ઉદ્દેશ્ય સાથે તબક્કાવાર પૂર્વ ધારાસભ્યો સહિત 424 લોકોની સુરક્ષા પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આવા સમયે સેવા ક્ષેત્રમાં કામચલાઉ સરકારી નોકરીઓ નિયમિત કરવામાં આવી હતી. ઘણા વર્ષોની રાહ જોયા બાદ આખરે યુનિવર્સિટી અને કોલેજોના શિક્ષકોને 7મુ પગાર પંચ મળ્યું. જોકે હજૂ સુધી તેમને રકમ મળી નથી.
36 હજાર હંગામી કર્મચારીઓને કાયમી કરવાની તૈયારી ચાલી રહી છે, જેમાંથી 9 હજાર શિક્ષકોને કાયમી કરવામાં આવ્યા છે. પંજાબમાં છેલ્લા 6 મહિનામાં 20 હજાર નવી નોકરીઓ આપવામાં આવી છે. સરકારી ભંડોળનો બોજ ઘટાડવા માટે સરકારે જાહેરાત કરી હતી કે, હવે પૂર્વ ધારાસભ્યોને કાર્યકાળ માટે જ પેન્શન મળશે.
'દિલ્હી મોડલ'ના આધારે પંજાબમાં પણ સરકારે અનેક મોહલ્લા ક્લિનિક્સ ખોલ્યા અને સરકારી શાળાઓને અપગ્રેડ કરી હતી. પંજાબમાં ડ્રગ્સના હજારો કેસમાં ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઘણા અધિકારીઓ પણ શામેલ છે. સરકારના આ પગલાથી જમીની સ્તરે સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.
પંજાબમાં દરેક ઘરને 300 યુનિટ સુધીની વીજળી મફતમાં આપવામાં આવી રહી છે. આ યોજના 1 જુલાઈથી લાગુ થશે. આ સાથે CM માને 31 ડિસેમ્બર, 2021 પહેલાના તમામ વીજ બિલ માફ કરવાની પણ જાહેરાત કરી હતી. આવા સમયે સરકાર ઉત્પાદન ક્ષેત્રને પુનર્જીવિત કરવા માટે સંભવિત રોકાણકારોને લલચાવવાનો પ્રયાસ કરી રહી છે.
ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે, સરકારે મગની દાળ માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની જાહેરાત કરી છે, જે ખેડૂતોને વર્ષ માટે ત્રીજો પાક લેવાની મંજૂરી આપે છે એટલું જ નહીં, પરંતુ જમીનના ઘટતા પોષક તત્વોની ગુણવત્તાને વધારવામાં પણ મદદ કરે છે.












Click it and Unblock the Notifications
