શશિ થરુરના ‘હિંદુ પાકિસ્તાન' વાળા નિવેદન પર હામિદ અનસારીનો જવાબ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અનસારીએ કોંગ્રેસ સાંસદ શશિ થરુરના ‘હિંદુ પાકિસ્તાન' વાળા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અનસારીએ કોંગ્રેસ સાંસદ શશિ થરુરના 'હિંદુ પાકિસ્તાન' વાળા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે મે વાંચ્યુ નથી કે એમણે શું કહ્યુ છે? શશિ થરુર ભણેલા-ગણેલા વ્યક્તિ છે અને તેમણે કહ્યુ છે તો સમજી વિચારીને જ કહ્યુ હશે. હામિદ અનસારીએ કહ્યુ કે શશિ થરુરને પોતાનો નિર્ણય લેવાનો અધિકારી છે. આ દરમિયાન તેમણે દેશની હાલની સ્થિતિ પર અને અલગ અલગ મુદ્દાઓ પર પણ પોતાની વાત કહી.

મોબ લિંચિંગ મામલે બોલ્યા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અનસારીએ દેશમાં ઝડપથી વધી રહેલ મોબ લિંચિંગ મામલે કહ્યુ કે કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી. દેશમાં એક કાયદો વ્યવસ્થા છે જે કામ કરે છે. હામિદ અનસારીએ ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી' ના વિચારનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યુ કે આ ભારતીય લોકતંત્ર પર હુમલો છે. ભારત વિવિધતાઓનો દેશ છે અને જ્યારે આટલા મોટા દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની વાત થાય છે ત્યારે અસંભવ વિચાર લાગે છે.

શશિ થરુરને પોતાનો નિર્ણય લેવાનો અધિકાર
શરિયા કોર્ટ અંગે હામિદ અનસારીએ કહ્યુ કે લોકો કાયદો વ્યવસ્થા સાથે સામાજિક પ્રથાઓ ભ્રમિત કરી રહ્યા છે. આપણો કાયદો માન્યતા આપે છે કે પ્રત્યેક સમુદાય પોતાના નિયમ હોઈ શકે છે. ભારતમાં પર્સનલ લૉ વિવાહ, છૂટાછેડા, દત્તક લેવા અને વારસાને કવર કરે છે. પ્રત્યેક સમુદાયને પોતાના પર્સનલ લૉ સાથે રહેવાનો અધિકાર છે.

ટ્વિટર જોઈન કરવા પર શું કહ્યુ હામિદ અનસારીએ
હામિદ અનસારીને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું તે ભવિષ્યમાં ટ્વિટર પર પોતાનું એકાઉન્ટ બનાવશે. તેના પર તેમણે કહ્યુ કે મારો ટ્વિટર એકાઉન્ટ જોઈન કરવાનો કોઈ ઈરાદો નથી. ટેકનોલોજીના ટર્મમાં કહુ તો હું હજુ પણ 20 મી સદીનો માણસ છું. મારી પાસે કમ્પ્યુટર અને પુસ્તકો છે જેની સાથે હું પોતાને ખુશ અનુભવુ છુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
