હું ઈચ્છું છું કે આખો દેશ ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિ તરફ વળે : રામ નાથ કોવિંદ
પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને ત્રણ રાજ્યોના રાજ્યપાલ; હરિયાણાના રાજ્યપાલ બાંડારુ દત્તાત્રેયજી, પંજાબના ગવર્નર અને ચંડીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિતજી, તથા હિમાચલ પ્રદેશના ગવર્નર શિવ પ્રતાપ શુક્લા અને હરિયાણાના કૃષિ મંત્રી જે. પી. દલાલજીએ આજે સાંજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલા પ્રાકૃતિક કૃષિ ફાર્મ અને ગુરુકુળ કુરુક્ષેત્રની મુલાકાત લીધી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પ્રાકૃતિક કૃષિ ફાર્મ અને ગુરુકુલની મુલાકાત બદલ પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે હું ઈચ્છું છું કે, આખો દેશ ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિ તરફ વળે. પહેલાં આપણે યુરીયા અને પેસ્ટીસાઈડ્સનો બેફામ ઉપયોગ કર્યો. એ પછી આપણે જૈવિક ખેતી તરફ વળ્યા તેમાં પણ આપણને સફળતા નથી મળી. ભારતની ખેતીની જે મૂળભૂત પ્રાચીન પરંપરા છે તે પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતીને આપણે શક્ય તેટલી ઝડપથી સ્વીકારીશું તો સમગ્ર દેશને લાભ થશે. ધીરે ધીરે આપણે પ્રાકૃતિક ખેતીને અપનાવી રહ્યા છીએ. રામ નાથ કોવિંદે કહ્યું હતું કે, ભારતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાનો મોટો યશ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને જાય છે. તેઓ પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આચાર્ય દેવવ્રતજી જે ગુરુકુળના આચાર્ય છે એ પણ ભવ્ય છે. અહીં ભારતીય મૂલ્ય અને પ્રાચીન પરંપરાની સાથે સાથે આધુનિકતાનો તાલમેલ મેં જોયો. ગુરુકુળની જે કલ્પના હોય એવું ગુરુકુળ અહીં સાકાર થયું છે. તેમણે ગુરુકુળ કુરુક્ષેત્ર અને પ્રાકૃતિક કૃષિ ફાર્મની ભરપૂર પ્રશંસા કરી હતી.
મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી તૈયાર થતા જીવામૃતનો પ્લાન્ટ જોયો હતો અને ફાર્મમાં બેસીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉગેલા ફળ કમલમ્ અને જામફળનો સ્વાદ માણ્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રામ નાથ કોવિંદ, મતી સવિતા કોવિંદ, બાંડારુ દત્તાત્રેયજી, અને મતી શિવ પ્રતાપ શુક્લા, અને બનવારીલાલ પુરોહિતજી તથા મંત્રી જે. પી. દલાલજીને કાર્ટમાં બેસાડીને ગુરુકુળ કુરુક્ષેત્ર અને પ્રાકૃતિક કૃષિ ફાર્મ વિસ્તૃત રીતે બતાવ્યા હતા. ગુરુકુળ કુરુક્ષેત્ર અને પ્રાકૃતિક કૃષિ ફાર્મની વિગતોથી મહાનુભાવોને માહિતગાર કર્યા હતા. તમામ મહાનુભાવોએ ગુરુકુળ કુરુક્ષેત્ર અને પ્રાકૃતિક કૃષિ ફાર્મ જોઈને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
