અટલ બિહારી વાજપેયીએ 25 વાર જોઈ હતી આ હિરોઈનની ફિલ્મ
અટલ બિહારી વાજપેયીને ફિલ્મો જોવાનો પણ શોખ હતો અને તેમની મનપસંદ અભિનેત્રી બોલિવુડની ડ્રિમ ગર્લ હેમામાલિની રહી છે.
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતની લોકપ્રિય હસ્તીઓમાંથી એક અટલ બિહારી વાજપેયીની તબિયત હજુ પણ નાજુક છે. રાજધાની દિલ્હીની અખિલ ભારતીય આયર્વિજ્ઞાન સંસ્થા (એઈમ્સ) તરફથી જાહેર કરાયેલ મેડીકલ બુલેટિનમાં કહેવામાં આવ્યુ છે કે છેલ્લા 36 કલાકોથી તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નથી. વાજપેયી હજુ પણ વેન્ટીલેટર પર છે. સમગ્ર દેશ અટલજી માટે દુઆઓ માંગી રહ્યો છે. હાલમાં નેતાઓની ભીડ એઈમ્સમાં જમા છે.

હેમામાલિનીના બિગ ફેન રહ્યા છે અટલ બિહારી
અટલ બિહારી વાજપેયી માત્ર એક રાજનેતા જ નહિ પરંતુ એક ઉમદા લેખક, શ્રેષ્ઠ કવિ, પ્રખર વક્તા અને સફળ પીએમ રહ્યા છે. તેમના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો છે જેના વિશે લોકોને ખબર નથી. તમારામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે કે અટલ બિહારી વાજપેયીને ફિલ્મો જોવાનો પણ શોખ હતો અને તેમની મનપસંદ અભિનેત્રી બોલિવુડની ડ્રિમ ગર્લ હેમામાલિની રહી છે. આ વાતનો ખુલાસો હેમા કે જે હાલમાં મથુરાથી ભાજપ સાંસદ છે તેમણે જાતે કર્યો હતો.

હેમાને જોઈને થોડા હેરાન થયા હતા અટલ...
હેમાએ જણાવ્યુ કે થોડા સમય પહેલા મે ભાજપ નેતાઓને કહ્યુ હતુ કે મારા દરેક ભાષણમાં અટલજીનો ઉલ્લેખ થાય છે પરંતુ તેમને મળવાનું સૌભાગ્ય મને મળ્યુ નથી ત્યારપછી થોડા સમય બાદ જ ભાજપ નેતાઓએ મારી મુલાકાત અટલજી સાથે કરાવી. હું તેમને જ્યારે મળી ત્યારે મને લાગ્યુ કે તેઓ વાત કરવામાં થોડા ખચકાઈ રહ્યા છે ત્યારે ત્યાં હાજર એક મહિલાને મે પૂછ્યુ કે શું વાત છે?

ફિલ્મ સીતા અને ગીતા 25 વાર જોઈ
અટલજી વ્યવસ્થિત વાત કેમ નથી કરી રહ્યા. તેના પર તેમણે જણાવ્યુ કે વાસ્તવમાં તેઓ તમારા ખૂબ મોટા ફેન છે. તેમણે 1972 માં આવેલી તમારી ફિલ્મ સીતા ઓર ગીતા 25 વાર જોઈ છે. આજે અચાનક તમને સામે જોઈને તે ખચકાઈ રહ્યા છે અને આવુ બનવુ સ્વાભાવિક છે. હેમાએ કહ્યુ હતુ કે આ વાત મારા માટે ઘણી ચોંકાવનારી હતી પરંતુ મને તે વાત ઘણી સારી લાગી હતી.

શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ
ઉલ્લેખનીય છે કે હેમામાલિનીની આ ફિલ્મ તેમના ઉમદા અભિનય માટે જાણીતી છે. આ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીને એવોર્ડ મળ્યો હતો. ફિલ્મમાં હેમામાલિનીનો ડબલ રોલ હતો. ફિલ્મમાં હેમામાલિની ઉપરાંત સંજીવ કુમાર અને ધર્મેન્દ્રએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
