21મી સદીમાં ભારતમાં પણ જાતિગત ભેદભાવ, પિતાને મળી હતી હિંદુ ધર્મ છોડવાની સલાહઃ મીરા કુમાર
પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારે શુક્રવારે કહ્યુ કે 21મી સદીના ભારતમાં જાતિગત ભેદભાવ છે.
નવી દિલ્લીઃ પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારે શુક્રવારે કહ્યુ કે 21મી સદીના ભારતમાં જાતિગત ભેદભાવ છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યુ કે દેશમાં બે પ્રકારના હિંદુ છે, એક એ લોકો જે મંદિરમાં પ્રવેશી શકે છે અને બીજા જે નથી કરી શકતા. મીરા કુમારે પહેલી વાર જાતિગત ભેદભાવ પર ખુલીને નિવેદન આપ્યુ છે. તેમણે મોટો ખુલાસો કરીને જણાવ્યુ કે દલિત હોવાના કારણે ઘણા લોકોએ તેમના પિતાને પોતાનો ધર્મ બદલવાની પણ સલાહ આપી હતી.

ગયા શુક્રવારે દલિત સમાજમાંથી આવતા અને પૂર્વ રાજનાયક મીરા કુમારે રાજેન્દ્ર ભવનમાં આયોજિત એક કાર્યક્રમની અધ્યક્ષતા કરી. આ દરમિયાન કોંગ્રેસના રાજ્યસભા સભ્ય જયરામ રમેશે પોતાના નવા પુસ્તક 'ધ લાઈટ ઑફ એશિયાઃ ધ પોએમ ધેટ ડિફાઈન્ડ બુદ્ધા' પર એક વ્યાખ્યાન આપ્યુ ત્યારબાદ પૂર્વ લોકસભા અધ્યક્ષે જાતિગત ભેદભાવ પર ખુલીને બોલ્યુ. તેમણે જણાવ્યુ કે ઘણા લોકોએ તેમના પિતા બાબૂ જગજીવન રામને હિંદુ ધર્મ છોડવા માટે કહ્યુ હતુ કારણકે તેમને પોતાની જાતિના કારણે ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો હતો.
મીરા કુમારે આગળ કહ્યુ, 'પરંતુ મારા પિતાએ કહ્યુ હતુ કે તે પોતાની વર્તમાન સ્થિતિથી આવુ નહિ કરે અને આ જાતિ વ્યવસ્થા સામે લડશે. મારા પિતા પૂછ્યા કરતા હતા કે શું ધર્મ બદલવાથી કોઈની જાતિ બદલી શકાય છે?' તમને જણાવી દઈએ કે 'લાઈટ ઑફ એશિયા' પુસ્તક સર એડવિન અર્નોલ્ડે લખી હતી જે પહેલી વાર 1879માં પ્રકાશિત થઈ હતી. આ પુસ્તકમાં કથાત્મક કવિતા તરીકે બુધ્ધના જીવનનુ વર્ણન કરવામાં આવ્યુ હતુ. પોતાના વ્યાખ્યાનમાં જયરામ રમેશે કહ્યુ કે તેમનુ પુસ્તક એ વ્યક્તિની જીવની છે જેણે માનવતાના પક્ષને જોયો નહિ કે બુદ્ધનો દિવ્ય પક્ષ. તેમણે કહ્યુ કે તેમના પુસ્તકમાં બુદ્ધના એ પાસાં પર પણ જોર આપવામાં આવ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
