બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મળશે 'ભારત રત્ન' સમ્માન, મોદી સરકારનુ એલાન
Bharat Ratna Announcement: બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન સમ્માન આપવામાં આવશે, જેની જાહેરાત કેન્દ્રની મોદી સરકારે મંગળવારે કરી હતી. તેમને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી એક નિવેદન જાહેર કરીને 'ભારત રત્ન' સંબંધિત માહિતી શેર કરવામાં આવી છે.
મોદી સરકારે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે બુધવારે કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતિ થવા જઈ રહી છે. ભારત રત્નની જાહેરાત બાદ પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, "મને ખુશી છે કે ભારત સરકારે સામાજિક ન્યાયના પ્રતિક એવા મહાન જનનેતા કર્પૂરી ઠાકુરજીને ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે અને તે પણ એવા સમયે જ્યારે આપણે તેમની જન્મશતાબ્દીની ઉજવણી કરી રહ્યા છીએ."

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રતિષ્ઠિત સન્માન હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે સમાનતા અને સશક્તિકરણના હિમાયતી તરીકે તેમના સતત પ્રયાસોનું પ્રમાણ છે. પીએમ મોદીએ લખ્યું કે દલિતોના ઉત્થાન માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને તેમના દૂરંદેશી નેતૃત્વએ ભારતના સામાજિક-રાજકીય તાણાં-વાણાં પર અમીટ છાપ છોડી છે. આ પુરસ્કાર માત્ર તેમના નોંધપાત્ર યોગદાનને જ સન્માનિત કરતું નથી પરંતુ વધુ ન્યાયી અને સમાન સમાજ બનાવવાના તેમના મિશનને ચાલુ રાખવા માટે પણ આપણને પ્રેરણા આપે છે.
બિહારના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કર્પૂરી ઠાકુર પછાત વર્ગના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા. બિહારમાં તેઓ એક વખત ઉપ મુખ્યમંત્રી અને બે વખત મુખ્યમંત્રી રહી ચુક્યા છે. દાયકાઓ સુધી ધારાસભ્ય રહેલા કર્પૂરી ઠાકુર ક્યારેય ચૂંટણી હાર્યા નથી. 1952માં પ્રથમ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ, તેઓ બિહાર વિધાનસભાની ચૂંટણી ક્યારેય હાર્યા ન હતા.
24 જાન્યુઆરી 1924ના રોજ સમસ્તીપુરમાં જન્મેલા કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જો કે તેઓ એક વખત પણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. તમને જણાવી દઈએ કે બિહારમાં દારૂબંધી લાગુ કરનાર તેઓ પ્રથમ હતા.
તમને જણાવી દઈએ કે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની માંગ જનતા દળ યુનાઈટેડ (JDU) દ્વારા સોમવારે જ કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ હવે જેડીયુએ મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
I am delighted that the Government of India has decided to confer the Bharat Ratna on the beacon of social justice, the great Jan Nayak Karpoori Thakur Ji and that too at a time when we are marking his birth centenary. This prestigious recognition is a testament to his enduring… pic.twitter.com/9fSJrZJPSP
— Narendra Modi (@narendramodi) January 23, 2024
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
