ભારતના પૂર્વ એટૉર્ની જનરલ સોલી સોરાબજીનુ 91 વર્ષની ઉંમરમાં નિધન
દેશના પૂર્વ એટૉર્ની જનરલ સોલી સોરાબજીનુ નિધન થઈ ગયુ છે.
નવી દિલ્લીઃ દેશના પૂર્વ એટૉર્ની જનરલ સોલી સોરાબજીનુ નિધન થઈ ગયુ છે. તેઓ 91 વર્ષના હતા. ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 91 વર્ષીય સોલી સોરાબજી કોરોના વાયરસથી સંક્રમિત હતા. ઘણા દિવસોથી તેમની તબિયત ખરાબ હતી. સોલી સોરાબજીનુ શુક્રવારે(30 એપ્રિલ) 91 વર્ષની વયે નિધન થયુ. રિપોર્ટ મુજબ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા અને દિલ્લીની એક હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. જો કે પરિવારવાળાએ હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આપ્યુ નથી. તેઓ કોવિડ-19 પૉઝિટિવ હતા કે નહિ તેની પણ પુષ્ટિ થઈ શકી નથી.

જાણો સોલી સોરાબજી વિશે
સોલી સોરાબજીએ 1953માં બૉમ્બે હાઈકોર્ટમાં પોતાની કાનૂની પ્રેકટીસ શરૂ કરી હતી. 1971માં તેમને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 1989થી 90 સુધી ભારતના એટૉર્ની જનરલ બન્યા. ત્યારબાદ 1998થી 2004 સુધી એટૉર્ની જનરલ રહ્યા હતા. સોલી સોરાબજીને 1997માં નાઈજીરિયા માટે સંયુક્ત રાષ્ટ્રના વિશેષ રેપરોર્ટરી પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
સોલી સોરાબજી 1998થી 2004 સુધી માનવ અધિકારીના સંવર્ધન અને સંરક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્ર ઉપ આયોગના સભ્ય અને બાદમાં અધ્યક્ષ બન્યા હતા. સોલી સોરાબજીને માર્ચ 2002માં ભારતમાં બીજુ મોટુ નાગરિક સમ્માન - પદ્મ વિભૂષણ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. સોલી સોરાબજી ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના ચેમ્પિયન હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં ઘણા ઐતિહાસિક કેસોમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો બચાવ કર્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
