છોકરી માટે યુવકને માર મારીને માથે પેશાબ કર્યો, જાણો શું છે પુરી ઘટના?
દેશને ગ્રહણ લાગ્યુ હોય તેવી સ્થિતી સર્જાઈ છે. એક પછી એક હચમચાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. હજુ મધ્યપ્રદેશના પેશાબ કાંડના પડધા શાંત થયા નથી ત્યાં આધ્રપ્રદેશમાં એક યુવકને માર મારીને માથે પેસાબ કર્યો હોવાની ઘટના સામે આવી છે.
અહેવાલો અનુસાર, આંધ્રપ્રદેશના ઓંગોલમાં પ્રેમ સંબંધને લઈને 9 વ્યક્તિઓએ એક દલિત વ્યક્તિને માર માર્યો છે. આ યુવક પર માર માર્યા બાદ પેશાબ કરવામાં આવ્યો હોવાના પણ અહેવાલ છે.

અહેવાલો અનુસાર, બે આરોપીઓએ નશાની હાલતમાં પેશાબ કર્યો અને ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો છે. પોલીસ અનુસાર, પીડિત અનુસૂચિત જનજાતિ સમુદાયમાંથી આવે છે અને તેના પર 9 લોકોના જૂથે હુમલો કર્યો હતો અને બે લોકોએ તેના પર પેશાબ કર્યો છે.
પોલીસ અનુસાર, મુખ્ય આરોપીની ઓળખ મન્ને રામંજનૈયુલુ તરીકે થઈ છે અને આ આરોપીઓમાં બે સગીર પણ છે. પોલીસ અનુસાર, પીડિત અને આરોપી બાળપણના મિત્રો હતા અને બન્ને સામે આંધ્રપ્રદેશ અને અન્ય રાજ્યોમાં ચોરીના 50 કેસ નોંધાયેલા છે.
ઓંગોલના એસપી મલિકા ગર્ગ અનુસાર, પીડિત અને આરોપીના મિત્ર વચ્ચે એક છોકરીને લઈને ઝઘડો થયો હતો, જે બાદ આરોપીએ પીડિતને 19 જૂને રાત્રે સમાધાન માટે એકાંત જગ્યાએ બોલાવ્યો. આ સમયે આરોપી નશામાં હતો.
તેમને આગળ જણાવ્યુ કે, આરોપી અને અન્ય આઠ લોકોએ નવીન પર હુમલો કર્યો અને આમાંથી બે લોકોએ તેના પર પેશાબ કર્યો. એસપી મલિકા ગર્ગ અનુસાર, આ કૃત્ય તેમાના જ એક વ્યક્તિ દ્વારા મોબાઈલમાં રેકોર્ડ કરાયુ.
ઘટના બાદ પીડિતને હોસ્પિટલ ખસેડાયો પરંતુ શું થયુ તે ખાનગી રખાયુ. પોલીસ તેની સાથે વાત કરે તે પહેલા તેને રજા આપીને હોસ્પિટલ છોડી દેવામાં આવ્યો.
હવે પોલીસે આરોપીઓ સામે IPC ની કલમ 307 હત્યાનો પ્રયાસ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 હેઠળ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી શરૂ કરી છે. હાલ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી સહિત ત્રણ લોકો ફરાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
