લાલુ યાદવ અને જગદીશ શર્માનું લોકસભા સભ્યપદ ખતમ
નવી દિલ્હી, 22 ઓક્ટોબર : ચારા કૌભાંડ મામલે જેલની સજા ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને લોકસભાએ સભ્યપદ માટે અયોગ્ય એટલેકે ગેરલાયક ઠેરવ્યા છે. આ કૌભાંડના અન્ય દોષિત જનતાદળ યુનાઇટેડના સાંસદ જગદીશ શર્માનું સભ્યપદ પણ ખતમ કરવામાં આવ્યું છે.
રાંચીની ખાસ અદાલતે ચારા કૌભાંડના મામલામાં લાલુને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. જગદીશ શર્માને ચાર વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.

લાલુ પ્રસાદ અને 44 અન્ય લોકોને ચાઇબાસા કોષાગારમાંથી 1990ના દાયકામાં 37.7 કરોડ રૂપિયા નિકાળવાના કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. તે સમયે ચાઇબાસા અવિભાજિત બિહારનો એક ભાગ હતું.
ચાઇબાસા કોષાગારમાં નકલી બિલ આપીને 37.7 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ ત્યારે બહાર આવ્યું જ્યારે લાલુ પ્રસાદ યાદવે ધ્રુવ ભગત અને જગદીશ શર્માની સભ્યતાવાળી વિધાનસબા સમિતીને તેની તપાસ કરાવવાના આદેશ આપ્યા હતા.
આ કેસમાં શિવાનંદ તિવારી, સરયૂ રોય, રાજીવ રંજન સિંહ અને રવિશંકર પ્રસાદે પટણા હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી હતી. પટણા હાઇકોર્ટે 11 માર્ચ, 1996ના રોજ 950 કરોડ રૂપિયાના કથિત ચારા કૌભાંડના મામલાની તપાસ સીબીઆઇને સોંપવાનો આદેશ આપ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
