JNU છાત્ર ઉમર ખાલિદ હુમલા કેસમાં શંકાસ્પદ વ્યક્તિ CCTV માં ઝડપાયો
JNU ના છાત્ર નેતા ઉમર ખાલિદ પર હુમલો કરનાર વ્યક્તિના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
JNU ના છાત્ર નેતા ઉમર ખાલિદ પર હુમલો કરનાર વ્યક્તિના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. દિલ્હી પોલિસે શંકાસ્પદ વ્યક્તિના સીસીટીવી ફૂટેજવાળો ફોટો જાહેર કર્યો છે જેમાં શંકાસ્પદ વ્યક્તિ કોન્સ્ટૂટ્યુશનલ ક્લબ પાસે વિઠ્ઠલભાઈ માર્ગ પર ભાગતો દેખાઈ રહ્યો છે.
|
ઉમર ખાલિદ પર થયો જાનલેવા હુમલો
તમને જણાવી દઈએ કે ઉમર ખાલિદ પર સોમવારે દિલ્હીમાં કોન્સ્ટીટ્યુશન ક્લબ બહાર એક અજ્ઞાત વ્યક્તિએ હુમલો કર્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો નહિ. ઘટનાસ્થળેથી એક પિસ્તોલ પણ મળી આવી હતી જેમાં 6 જીવતા કારતૂસ હતા.

‘યુનાઈટેડ અગેઈન્સ્ટ હેટ' અભિયાન સાથે જોડાયેલા છે ઉમર ખાલિદ
પોતાના પર થયેલા હુમલા વિશે મીડિયાને જણાવતા ખાલિદે કહ્યુ હતુ કે હાલમાં તે ‘યુનાઈટેડ અગેઈન્સ્ટ હેટ' નામથી ચાલી રહેલા એક અભિયાન સાથે જોડાયેલો છે અને તેના જ એક કાર્યક્રમમાં શામેલ થવા માટે તે કોન્સ્ટીટ્યુશન કલબ પહોંચ્યા હતા, આ પ્રોગ્રામ 2.30 વાગે હતો પરંતુ તે થોડા જલ્દી પહોંચી ગયા હતા એટલા માટે તે પોતાના દોસ્તો સાતે ક્લબની બહાર ચા પીવા જતા રહ્યા હતા. જ્યારે ચા પી ને પાછા ફરી રહ્યા હતા ત્યારે એક અજ્ઞાત વ્યક્તિએ પાછળથી તેમની પર હુમલો કર્યો.

પિસ્તોલમાં હતા 6 જીવતા કારતૂસ
હું નીચે પડી ગયો, તે વ્યક્તિએ મારા પર પિસ્તોલ તાણી દીધી હતી પરંતુ મારા દોસ્તોએ પાછળથી તેને પકડવાની કોશિશ કરી, આ અફડાતફડીમાં ગોળી છૂટી ગઈ પરંતુ મને તે વાગી નહિ અને તે વ્યક્તિ ભાગી ગયો. આ ઘટના બાદ પોલિસ ઘટનાસ્થળે પહોંચી અને ત્યાંથી એક પિસ્તોલ મળી આવી જેમાં 6 જીવતા કારતૂસ હતા.

કોન્સ્ટીટ્યુશનલ ક્લબ સંસદ ભવનથી માત્ર 500 મીટર દૂર
ઉલ્લેખનીય છે કે ઉમર ખાલિદે હાલમાં જ જેએનયુમાંથી પીએચડી પૂરુ કર્યુ છે. ભાજપ અને દક્ષિણપંથી સંગઠનોનો તે આકરો વિરોધ કરતા આવ્યા છે. તમને જણાવી દઈએ કે કોન્સ્ટીટ્યુશનલ ક્લબ સંસદ ભવનથી માત્ર 500 મીટર દૂર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
