વિરાર હોસ્પિટલમાં આગની ઘટના, સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યું વિવાદીત નિવેદન, કહ્યું- આ નેશનલ ન્યુઝ નથી

મહારાષ્ટ્રમાં બે દિવસમાં જ બીજો મોટો અકસ્માત બન્યો છે, જ્યાં મુંબઇની બાજુમાં આવેલા વિરારની કોવિડ હોસ્પિટલમાં આગ લાગી. જેમાં અત્યાર સુધીમાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ઘણાની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. ઘટના બાદ

મહારાષ્ટ્રમાં બે દિવસમાં જ બીજો મોટો અકસ્માત બન્યો છે, જ્યાં મુંબઇની બાજુમાં આવેલા વિરારની કોવિડ હોસ્પિટલમાં આગ લાગી. જેમાં અત્યાર સુધીમાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ઘણાની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. ઘટના બાદ બાકીના દર્દીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે જ સમયે, રાજ્ય સરકારે મૃતકોના પરિવારોને વળતરની જાહેરાત કરી. દરમિયાન મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે આ કેસમાં વિવાદીત નિવેદન આપ્યું છે.

Hospital

મીડિયા સાથે વાત કરતા ટોપે કહ્યું કે વિરારમાં બનેલી ઘટના નેશનલ ન્યુઝ નથી, પરંતુ તેમ છતાં રાજ્ય સરકાર તમામ મદદ કરાઇ રહી જે અંતર્ગત મૃતકોના પરિવારજનોને 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મહાનગર પાલિકા દ્વારા 5 લાખ વળતર પણ આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, દરેક હોસ્પિટલમાં ફાયર અને ઇલેક્ટ્રિક ઓડિટ જરૂરી છે, આ નિયમનું પાલન ન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કેવી રીતે બની ઘટના?
મળતી માહિતી મુજબ વિરારની વિજય વલ્લભ હોસ્પિટલના આઈસીયુમાં 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. દરમિયાન શુક્રવારે સવારે ત્યાં આગ લાગી હતી. પ્રારંભિક તપાસ શોર્ટ સર્કિટનું કારણ હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જોકે, બે કલાક બાદ સાડા પાંચ કલાકની આસપાસ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચો: દેશને ઑક્સિજન સંકટમાંથી બચાવશે રેલવે અને એરફોર્સ, ટેન્કરોથી ફૂલ પહેલી ટ્રેન કાલે પહોંચશે મુંબઈ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X