'કોરોનિલ' પર વધ્યો વિવાદ, જયપુરમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે FIR નોંધાઈ
કોરોના વાયરસને 'કોરોનિલ' દવાથી ઠીક કરવાનો દાવો કરવા અંગે યોગ ગુરુ બાબા રામદેવ મુશ્કેલીઓમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે.
કોરોના વાયરસને 'કોરોનિલ' દવાથી ઠીક કરવાનો દાવો કરવા અંગે યોગ ગુરુ બાબા રામદેવ મુશ્કેલીઓમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. રાજસ્થાનના જયપુરમાં આ દવાના દાવા વિશે બાબા રામદેવ, પતંજલિ આયુર્વેદના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણ અને ચાર અન્ય લોકો સામે એફઆઈઆર નોંધાવવામાં આવી છે. એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બાબા રામદેવે પતંજલિ આયુર્વેદની દવા કોરોનિલને કોરોનાની દવાના રૂપમાં પ્રચારિત કરીને દેશના લોકોને ગુમરાહ કર્યા છે.

તમને જણાવી દઈએ કે ગયા મંગળવારે જ બાબા રામદેવે કોરોનિલને કોરોના વાયરસના ઈલાજની દવા ગણાવીને લૉન્ચ કરી હતી. ત્યારબાદથી જ આ દવા અને બાબ રામદેવ માટે વિવાદ ચાલી રહ્યો છે. આયુષ મંત્રાલયે પતંજલિ આયુર્વેદ પાસે કોરોનિલના ટ્રાયલ અંગેની બધી માહિતી માંગીને આ દવાને કોરોના વાયરસના ઈલાજની દવા સ્વરૂપે પ્રચારિત કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ વિશે જયપુરના જ્યોતિનગર પોલિસ સ્ટેશનમાં બાબા રામદેવ, તેમના સહયોગી અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ, વૈજ્ઞાનિક અનુરાગ વાષ્ણેય, એનઆઈએમસએસના ચેરમેન બલબીર સિંહ તોમર અને નિર્દેશક અનુરાગ તોમર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં આ લોકો પર કોરોનિલને કોરોના વાયરસની દવા તરીકે ભ્રામક પ્રચાર દ્વારા દેશને ગુમરાહ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
