વધુ એક ફતવોઃ મહિલાંઓ નહીં બની શકે રિસેપ્શનિસ્ટ

દેવબંદે આ વાત 29 નવેમ્બરે પાકિસ્તાનની એક કંપની તરફથી પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહી છે. કંપનીએ પૂછ્યું હતું કે શું મુસ્લિમ મહિલાંઓની રિસેપ્શનિસ્ટ તરીકે નિયુક્તિ કરી શકાય કે નહીં.
દેવબંદે કહ્યું કે મુસ્લિમ મહિલાંઓનું રિસેપ્શનિસ્ટ તરીકે ઓફીસમાં કામ કરવું ઇસ્લામ વિરોધી છે, કારણ કે તેમને બુરખા વગર પુરુષો સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.
મૌલાના અને યૂપી ઇમામ સંગઠને અધ્યક્ષ મુફ્તી જુલ્ફિકાર અલીએ ફતવાનું સમર્થન કરતા કહ્યું કે બુરખો પહેર્યા પછી મુસ્લિમ મહિલાંંઓ કોઇપણ સંસ્થામાં કામ કરી શકે છે, પરંતુ રિસેપ્શનિસ્ટનું કામ કરતી વખતે તેણે અનેક લોકો સાથે વાત કરવી પડે છે, તેથી તેને અનુમતિ આપી શકાય નહીં.












Click it and Unblock the Notifications
