‘કાશ્મીર ક્યારેય ભારતમાં નહીં ભળવા દઉ’, ફારુક અબ્દુલ્લાનું એલાન
શ્રીનગર, 31 માર્ચઃ કાશ્મીરની બે મુખ્યધારી રાજકીય પાર્ટીઓ નેશનલ કોંફ્રેસ અન પીડીપીએ ફરી એકવાર રાજ્યમાં ધારા 370ના મુદ્દાને હવા આપી છે. પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે નેશનલ કોંફ્રેંસના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ પાર્ટીના હેડક્વાર્ટર પર કહ્યું કે, તેમને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે કોઇ દુશ્મનાવટ નથી, પરંતુ તે નરેન્દ્ર મોદી અને ભાજપના એ હેતુની વિરુદ્ધ છે, જે હેઠળ તેઓ રાજ્યમાં ધારા 370 ખતમ કરી તેને ભારતીય ગણરાજ્યની સાથે ભેળવવા માગે છે. ફારુક અબ્દુલ્લા અનુસાર જ્યાં સુધી નેશનલ કોંફ્રેંસ કાશ્મીરમાં છે, તે ક્યારેય આવું નહીં થવા દે.

અબ્દુલ્લાએ કાર્યકર્તાઓની સામે દાવો કર્યો કે તેમણે રાજ્યના સ્વાયત્ત પ્રાવધાનને ખતમ કરવા સંબંધિત એક પત્ર ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલ કૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપાયીને મોકલી હતી. આ વરિષ્ઠ નેતાઓએ તેને ખારિજ કરી નાખી હતી. અબ્દુલ્લાએ દાવો કર્યો કે વાજપાયી સ્વાયત્ત દરજ્જાને ખતમ કરવાની વિરુદ્ધમાં હતા અને તેમણે રિપોર્ટ વાંચી પણ નહોતી. વર્ષ 2000માં જ્યારે ફારુક અબ્દુલ્લાની સરકાર રાજ્યમાં હતી તો વિધાનસભામાં એક રેજોલ્યુશન પાસ કરી રાજ્યમાં વર્ષ 1953વાળી સ્થિતિ લાગુ કરી દેવામાં આવી હતી.
બીજી તરફ ફારુક અબ્દુલ્લાએ આ નિવેદનના આ નિવેદનના અમુક કલાકો બાદ પીડીપીની અધ્યક્ષા મહબુબા મુફ્તીએ અબ્દુલ્લાની જોરદાર ટીકા કરી હતી. મુફ્તી અનુસાર રાજ્યોને હાંસલ સ્વાયત્ત દરજ્જાનો અર્થ છે કે અબ્દુલ્લાની સરકારમાં રાજ્યમાં શાસન કરવાની ક્ષમતા નથી. મુફ્તીનું માનવું હતું કે ફારુક અબ્દુલ્લા અને તેમની પાર્ટીને કાશ્મીરના લોકોના હિતો સાથે કોઇ મતલબ નથી. મુફ્તી અનુસાર નેશનલ કોંફ્રેસ વાજપાયીની આગેવાનીવાળી એનડીએ સરકારનો ભાગ હતી, પરંતુ તેમ છતાં તેમણે કાશ્મીરના લોકો માટે કંઇ કર્યું નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
