ખેડૂત આંદોલનઃ વિદેશ મંત્રી જયશંકરે કેનેડા માટે લીધો મોટો નિર્ણય, કોવિડ બેઠકમાં નહિ થાય શામેલ
ખેડૂત આંદોલનના કારણે ભારત અને કેનેડા વચ્ચે રાજનાયિક તણાવ વધી રહ્યો છે.
નવી દિલ્લીઃ ખેડૂત આંદોલનના કારણે ભારત અને કેનેડા વચ્ચે રાજનાયિક તણાવ વધી રહ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરના એક નિર્ણય બાદ હવે સંકટ વધવાના અણસાર છે. વિદેશ મંત્રીએ એ રણનીતિક મીટિંગાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે જે કોવિડ-19 સાથે જોડાયેલી છે અને જેની આગેવાની કેનેડા કરી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે ભારત કેનેડિયન પીએમ જલ્ટિન ટ્રુડોની એ ટિપ્પણીથી ખાસ્સા નારાજ છે જે ખેડૂત આંદોલન સાથે જોડાયેલી છે.

7 ડિસેમ્બરે થવાની છે મીટિંગ
સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે ભારતે કેનેડાને એ વાતની માહિતી આપી દીધી છે કે જયશંકર 7 ડિસેમ્બરે યોજાનાર મીટિંગમાં શામેલ નહિ થાય. ભારતે જયશંકરના નિર્ણયની પાછળ શિડ્યિલિંગ ઈશ્યુઝને જવાબદાર ગણાવ્યા. વિદેશ મંત્રાલયના સૂત્રો મુજબ કેનેડાની સરકારને જણાવવામાં આવ્યુ છે કે જયશંકર 7 ડિસેમ્બરની મીટિંગમાં શામેલ થવા માટે હાજર નહિ થાય જેનુ આયોજન કેનેડિયન વિદેશ મંત્રી ફ્રેકોઈસ ફિલીપી શેંપેન તરફથી કરવામાં આવી રહ્યુ છે. જયશંકરે આ પહેલા ગયા મહિને થયેલી મિનિસ્ટ્રીયલ કો-ઑર્ડિનેશન ગ્રુપ ઑફ કોવિડ-190 (એમસીજીસી)ની વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લીધો હતો. આનુ આયોજન કેનેડાના વિદેશ મંત્રી તરફથી જ થયુ હતુ. ત્યારે જયશંકર તરફથી એક ફોટો ટ્વિટ કરીને લખવામાં આવ્યુ હતુ કે કોવિડ-19ના પડકારોને દૂર કરવા માટે યોજાનાર મીટિંગમાં ભાગ લઈને તેને ખુશી થઈ. ભારતના વિદેશ મંત્રીએ મીટિંગ માટે પોતાના કેનેડિયન સમકક્ષનો આભાર પણ માન્યો હતો.
કેનેડા સાથે મોટો તણાવ
શુક્રવારે વિદેશ મંત્રાલયે કેનેડાના ઉચ્ચાયુક્તને બોલાવ્યા હતા. ટ્રુડોએ પહેલા કરેલી ટિપ્પણીઓના કારણે ભારતે ઉચ્ચાયુક્તને સમન કર્યા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કેનેડાના ઉચ્ચાયુક્ત નાદિર પટેલ વિદેશ મંત્રાલયના સમન બાદ હાજર થયા હતા. મંત્રાલય તરફથી એક ડિમાર્શ જારી કરવામાં આવ્યુ અને કહેવામાં આવ્યુ કે પ્રધાનમંત્રી ટ્રુડો તરફથી આવતી આ ટિપ્પણીઓથી બંને દેશો વચ્ચે સંબંધો પર ખાસ્સી અસર થઈ શકે છે. ભારતે પીએમ ટ્રુડોને સંબંધો બગાડવાના આરોપી માન્યા છે. વિદેશ મંત્રાલય તરફથી કેનેડાના ઉચ્ચાયુક્તને કહેવામાં આવ્યુ છે, 'કેનાડાના પ્રધાનમંત્રી તરફથી ભારતના ખેડૂતો સાથે જોડાયેલી જે પણ ટિપ્પણીઓ કરવામાં આવી છે તેના પર અમુક કેબિનેટ મંત્રીઓ અને સાંસદોને વાંધો છે. આ અમારા આંતરિક મામલામાં હસ્તક્ષેપ છે અને આને બિલકુલ સ્વીકારવામાં આવશે નહિ.' આ નિવેદનમાં આગળ પણ કહેવામાં આવ્યુ છે, 'જો આગળ પણ આ રીતની વાતો થઈ તો પછી ભારત અને કેનેડાના સંબંધોને ગંભીર રીતે નુકશાન પહોંચી શકે છે.'












Click it and Unblock the Notifications
