ખેડૂતો અને સરકાર વચ્ચે આજે યોજનારી 10માં દોરની વાતચીત ટળી, 20મી જાન્યુઆરીએ થશે બેઠક

ખેડૂત આંદોલન વચ્ચે આજે મંગળવાર, 19 જાન્યુઆરીએ યોજાનારી 10માં દોરની વાતચીત ટળી ગઈ છે.

નવી દિલ્લીઃ Farmers Protest: નવા કૃષિ કાયદા (agricultural laws)ના વિરોધમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન વચ્ચે આજે મંગળવાર, 19 જાન્યુઆરીએ યોજાનારી 10માં દોરની વાતચીત ટળી ગઈ છે. હવે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે આગલા દોરની વાતચીત 20 જાન્યુઆરીએ આયોજિત થશે. તમને જણાવી દઈએ કે છેલ્લા દોઢ મહિનાથી પણ વધુ સમયથી હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્લી(Delhi)ની સીમાઓ પર કૃષિ કાયદાઓ સામે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો(Farmers)ની સમસ્યાના સમાધાન માટે હજુ સુધી સરકાર ખેડૂત સંગઠનો સાથે ઘણા દોરની વાતચીત કરી ચૂકી છે પરંતુ બધી બેઠકો પરિણામહીન રહી.

farmers

કૃષિ કાયદાઓ પર ખેડૂત સંગઠનો અન કેન્દ્ર સરકાર વચ્ચે નવમાં દોરની વાતચીત 15 જાન્યુઆરીએ થઈ હતી. જો કે ગઈ બધી વાતચીતની જેમ નવમી બેઠકમાં પણ પરિણામહીન રહી અને ખેડૂત નેતા કૃષિ કાયદને રદ કરવા પર અડગ રહ્યા. આ દરમિયાન સરકાર તરફથી સતત ખેડૂતોને કાયદમાં સુધારાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો. ખેડૂતોએ સરકારના કોઈ પણ પ્રસ્તાવને માનવાનો ઈનકાર કરી દીધો. તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં ભારે સમર્થન મળ્યા બાદ ખેડૂતોનો ઉત્સાહ વધ્યો છે. હાડ ધ્રૂજાવી દેતી ઠંડીમાં પણ ખેડૂતોના ધરણા પ્રદર્શન ચાલુ છે.

આ દરમિયાન સરકારના પ્રતિનિધિઓ સાથે આગલા દોરની વાતચીત થતા પહેલા ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકેતે કહ્યુ કે, 'અમે સરકાર સાથે વાતચીત કરીશુ પરંતુ આશા નથી કે કંઈ ઉકેલ મળશે. 26 જાન્યુઆરીએ અમે દિલ્લીની આઉટર રિંગ રોડ પર ટ્રેક્ટર રેલી કાઢીશુ, સરકારની જ્યાં પરેડ થાય છે અમે ત્યાં નહિ જઈએ.' આજે યોજનારી બેઠક રદ થવાના સાચુ કારણ જાણવા મળી શક્યુ નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ ખેડૂત સંગઠનો સાથે સરકારની આગલી બેઠક બુધવારે બપોરે 2 વાગ્યા બાદ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X