ખેડૂતની દિકરીએ પહેલા પ્રયાસમાં UPSC પાસ કરીને કમાલ કરી, ક્યારેક બાળકો માટે પિતાએ છોડી દીધુ હતુ ઘર
યુપીએસસીની પરિક્ષા પાસ કરવા માટે મોટી મહેનતની જરૂર પડે છે. જો કે એક કિસાનની દિકરી માટે આ મામુલી વાત હતી. આજે આપણે એ ખેડૂતની દિકરીની વાત કરવાના છીએ જેને પ્રથમ પ્રયાસમાં યુપીએસસી પાસ કરી લીધી.
આ વાત બાંદા જિલ્લાના પચનેહી ગામના ખેડૂત અનિલ અવસ્થી અને તેમની દિકરી છે. અનિલ અવસ્થીએ લગભગ 22 વર્ષ પહેલાં બાળકોને ભણાવવા માટે ગામ છોડીને લખનૌ આવવાનું નક્કી કર્યું હતું.

એક ખેડૂત માટે શહેરમાં જઈને પોતાના બાળકોનો ઉછેર કરવો સરળ ન હતો, પરંતુ તેમ છતાં અનિલ અવસ્થીએ પોતાના ચાર બાળકોના ભવિષ્ય માટે આ મોટું પગલું ભર્યું અને આજે કુદરતે તેમને તેમના બલિદાનનું સુંદર ઈનામ આપ્યું.
અનિલ અવસ્થીની નાની પુત્રી રાધા અવસ્થીએ પ્રથમ પ્રયાસમાં UPSC સંયુક્ત જીઓ-સાયન્ટિસ્ટ પરીક્ષા 2023 7મા રેન્ક સાથે પાસ કરી છે.
રાધાની સફળતા એ સાબિત કરે છે કે જો તમે સાચા સમર્પણ અને મહેનતથી કામ કરશો તો તમે દરેક પરિસ્થિતિમાં સફળ થશો અને સફળતા એ કોઈની વિરાસત નથી.
લખનૌથી BSAC કર્યા પછી રાધાએ કેન્દ્રીય વિદ્યાલય સાગરમાંથી M.Techનો અભ્યાસ કર્યો અને UPSCની તૈયારી પણ શરૂ કરી હતી, તે દરરોજ 6-7 કલાક અભ્યાસ કરતી હતી, જેનું પરિણામ આટલુ સારૂ આવ્યુ.
રાધાએ કહ્યું કે, કોઈ કામ અઘરું નથી, તમારે ફક્ત તમારું લક્ષ્ય નક્કી કરવાનું છે. છોકરીઓ આજે બધું જ કરી શકે છે. તેમણે તેની સફળતાનો સંપૂર્ણ શ્રેય તેની સખત મહેનત અને તેના માતાપિતાની તપસ્યાને આપ્યો, જેમણે તેને હંમેશા પ્રોત્સાહિત કર્યા.
જણાવી દઈએ કે અનિલ અવસ્થીને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. તેમનો દીકરો ગુજરાતમાં એન્જિનિયર છે, તેમની મોટી દીકરી ઈન્ટર કોલેજમાં લેક્ચરર છે અને તેમની વચ્ચેની દીકરી બેંક મેનેજર છે.
રાધાની સફળતા બાદ પિતા અનિલ અવસ્થીની આંખો આનંદથી ભરાઈ ગઈ, તેમણે કહ્યું કે, હું મારા બાળકોના શિક્ષણ માટે ગામ છોડીને આવ્યો હતો અને આજે મારા બાળકોએ મારો સંકલ્પ પૂરો કર્યો, આ માટે હું ભગવાનનો આભાર માનું છું. આજે અવસ્થી પરિવાર લોકો માટે એક ઉદાહરણ છે.
રાધા આજે લોકો માટે પ્રેરણા બની છે. તે હંમેશા કહે છે કે સફળતા માટે કોઈ શોર્ટ કટ નથી. સફળતાનો એક જ મૂળ મંત્ર છે અને તે છે જ્યાં સુધી તમે ધ્યેય પ્રાપ્ત ન કરો ત્યાં સુધી પૂરા દિલથી મહેનત કરતા રહો, જો તમારા પ્રયત્નોમાં ઈમાનદારી હશે તો તમે દરેક પરિસ્થિતિમાં સફળ થશો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
