ATMમાંથી નીકળી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની રૂ.2000ની નોટ
એટીએમમાંથી નકલી નોટો નીકળતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે એક એફઆઇઆર નોંધી મામલાની તપાસ હાથ ધરી છે. નકલી નોટ એટીએમમાં કેવી રીતે આવી એની પણ તપાસ ચાલી રહી છે.
નોટબંધી બાદ બજારમાં મુકવામાં આવેલી રૂપિયા 2000ની નોટને લઇને વધુ એક ફરિયાદ સામે આવી છે. દિલ્હી ના સંગમ વિહાર વિસ્તારના એટીએમ માંથી રૂપિયા 2000ની નકલી નોટ નીકળી છે. આ નોટ પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જગ્યાએ ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું.

એટીએમમાં ક્યાંથી આવી નકલી નોટ?
એટીએમમાંથી નકલી નોટ નીકળ્યા બાદ પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે એફઆઇઆર નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે. નકલી નોટ એટીએમમાં ક્યાંથી આવી એની પણ તપાસ થઇ રહી છે. બેંકમાંથી જ નકલી નોટ એટીએમમાં જમા થઇ હતી કે પછી એટીએમમાં પૈસા નાંખતી વખે ગડબડ થઇ છે, એની ચકાસણી પોલીસ કરી રહી છે.
બીએસએફ એ પણ સિઝ કરી હતી નકલી નોટો
આ પહેલીવાર નથી, જ્યારે રૂ.2000ની નોટ અંગેની ફરિયાદ સામે આવી હોય. શરૂઆતમાં એટીએમમાંથી અડધી છપાયેલી નોટો નીકળી હોવાની પણ ફરિયાદ મળી હતી. આ સિવાય નોટ બજારમાં મુકાયાના બે દિવસની અંદર જ તેની ફોટોકોપી દ્વારા છેતરપિંડીનો મામલો પણ સામે આવ્યો હતો. હાલમાં જ બીએસએફ દ્વારા 96000 રૂપિયાની 2000ની નકલી નોટો કબજે કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
