Fact Check: શું એપ્રિલમાં ઈમરજન્સી લાદી દેવામાં આવશે?
Fact Check: શું એપ્રિલમાં ઈમરજન્સી લાદી દેવામાં આવશે?
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ઈમરજન્સી લગાવવાની તૈયારી અંતર્ગત આખા દેશમાં આર્મીના જવાનોને હેનાત કર્યા હોવાનો સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મામલે ભારતીય સેના તરફથી કહેવામાં આવ્યું કે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલના મધ્યમાં ઈમરજન્સીની ઘોષણા કરી દેવામાં આવશે અને સેનાને તહેનાત કરવામાં આવશે. આ મેસેજ સંપૂર્ણપણે ફેક અને દુર્ભાગ્યપૂર્ણ છે. અમે સ્પષ્ટ કરીએ છીએ કે આમાં કોઈ સચ્ચાઈ નથી.

ફેક મેસેજ વાયરલ
કોરોના વાયરસના મામલા વધ્યા બાદ ભારતીય સેનાને લઈ કેટલાય પ્રકારના મેસેજ સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવી રહ્યા છે. જેનું ખુદ સેનાએ ખંડન કરવું પડ્યું છે. એવામાં આવા પ્રકારના કોઈપણ મેસેજને જોઈ વિશ્વાસ કરતા પહેલા તેની સચ્ચાઈ જાણવી ખુબ જરૂરી છે.

અગાઉ પણ વાયરલ થયો હતો મેસેજ
હાલમાં જ એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં કેટલીક તસવીરો સાથે દાવો કરવામાં આવ્યો હતો કે સેનાએ રાજસ્થાનના બાડમેરમાં માત્ર થોડા દિવસમાં જ મોટી હોસ્પિટલ બનાવી દીધી છે. મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે કોરોનાના દર્દીઓ માટે આ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં 1000 બેડ એટલે કે 1000 લોકોને આઈસોલેશનમાં રાખી શકાય છે. વાયરલ થયા બાદ ભારતીય સેના તરફથી ટ્વીટ કરી કહેવામાં આવ્યું કે મેસેજમાં જે વાત કહેવામાં આવી રહી છે તે પાયાવિહોણી છે.

આર્મીએ કહ્યું ખોટા છે મેસેજ
થોડા દિવસો પહેલા જ વધુ એક મેસેજ વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો કે સેનાને સામૂહિક દાહ સંસ્કાર માટે પ્રશિક્ષિત કરવામાં આવી રહી છે. વિદેશની તસવીરોનો હવાલો આપતા એક મેસેજ સોશિયલ મીડિયા પર ચાલ્યો. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં પણ સેનાને આવી સ્થિતિ માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. બાદમાં સેનાના પ્રવક્તા અમન આનંગ તરફથી આ દાવાને બિલકુલ ખોટો ગણાવવામાં આવ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
