નકલી IAS પૂજા ખેડકરની ઘરવાપસી, પરિક્ષા આપવા પર પ્રતિબંધ મુકાયો
નકલી સર્ટિફિકેટના સહારે આઈપીએસ બનેલી પૂજા ખેડકરને આખરે પદ પરથી હટાવી દેવામાં આવી છે. આ સિવાય ભવિષ્યમાં પરિક્ષાઓ આપવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.
વિવાદોમાં ઘેરાયેલી IAS પૂજા ખેડકર વિરુદ્ધ UPSCએ મોટી કાર્યવાહી કરતા તેને IAS પદ પરથી હટાવી દીધી છે. યુપીએસસીએ પૂજા ખેડકરને ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષા કે પસંદગીમાં બેસવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ ઉપરાંત CSE-2022 માટે તેમની ઉમેદવારી પણ પંચ દ્વારા રદ કરવામાં આવી છે. કમિશને એક નિવેદન બહાર પાડીને આ કાર્યવાહી અંગે માહિતી આપી.
UPSCએ કહ્યું કે તમામ રેકોર્ડ તપાસ્યા બાદ સામે આવ્યું છે કે પૂજા ખેડકરે CSE-2022ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પંચે CSEના છેલ્લા 15 વર્ષના ડેટાની સમીક્ષા કરી, જેમાં 15 હજારથી વધુ ઉમેદવારો સામેલ હતા.
જણાવી દઈએ કે, પૂજા ખેડકર પર છેતરપિંડીનો આરોપ છે. બુધવારે દિલ્હી કોર્ટમાં પૂજા ખેડકરના વચગાળાના જામીન પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે સુનાવણી કર્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ 1 ઓગસ્ટે પોતાનો ચુકાદો આપશે.
હાલમાં જ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂજા ખેડકર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. યુપીએસપીની ફરિયાદ બાદ પોલીસે આ કાર્યવાહી શરૂ કરી હતી. પૂજા ખેડકર પર નામ, ફોટોગ્રાફ, ઈમેલ અને એડ્રેસ જેવા દસ્તાવેજોમાં ખોટી માહિતી આપવાનો આરોપ છે. ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ પૂજા ખેડકરે ધરપકડ ટાળવા માટે કોર્ટનો સંપર્ક કર્યો છે.
આ પહેલા યુપીએસસીએ પૂજા ખેડકરને પણ નોટિસ પાઠવી હતી. કમિશનને તેની તપાસમાં જાણવા મળ્યું કે ખેડકરે તેનું નામ, પિતા અને માતાનું નામ, ફોટોગ્રાફ/સહી, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર બદલીને નકલી ઓળખ બનાવીને પરીક્ષાના નિયમો હેઠળ અનુમતિપાત્ર મર્યાદા કરતાં વધુ પ્રયાસ કરવાની તકનો છેતરપિંડી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
