વધૂની ઠઠ્ઠા મશ્કરી કરવી, વરરાજાને 5 લાખ રૂપિયામાં પડી.
લગ્ન પ્રસંગે ઠઠ્ઠા મશ્કરી તો ચાલતી જ રહેતી હોય છે. પણ લગ્નમાં અકારણ મઝાક મસ્તી કરનારા લોકો ચેતી જજો. નહીં તો ક્યાંક આ ઘટનાની જેમ તમારેય ઉલમાંથી ચૂલમાં ના પડી જવાય.
ગાઝિયાબાદમાં આવેલા સાહિબાબાદમાં એવી તો વિચિત્ર ઘટના બની કે લગ્નમાં મશ્કરી કરનાર લોકો આ વાત સાંભળીને મોઢા પર આંગળી જ મૂકી દેશે. અહીં એક લગ્નમાં નવવધૂની મજાક સાસરીપક્ષને એટલી મોંધી પડી કે પૂછો ના વાત. લગ્ન તો ફોક ગયા જ ઉલટાની માનહાની માટે વરરાજાએ વધૂને 5 લાખ રૂપિયા પણ આપવા પડ્યા.

ગાઝિયાબાદના હિડન બ્રિજ પાસેના ફાર્મહાઉસમાં શુક્રવારે એક લગ્ન દરમિયાન જ્યારે વર-વધૂ એક બીજાને વરમાળા પહેરાવતા હતા ત્યારે વરરાજાના મિત્રોએ વધૂને ઉચકી લીધી. જે બાબતે તરત જ નવવધૂએ પોતાનો અણગમો રજૂ કર્યો. પણ તેમ છતાં વરરાજાના મિત્રોએ તેને ફરી ઉચકી ત્યારે વધૂએ ગુસ્સામાં આવી આમ કરવાની ના કહીં. તેમ છતાં જ્યારે ત્રીજી વાર વધૂને વરરાજાના મિત્રો દ્વારા ઉચકવામાં આવી તો વહુરાણી આગ બબુલા થઇ ગઇ.
એટલું જ નહીં દુલ્હને વરમાળા સ્ટેજ પર ફેંકી દીધી અને વરરાજા જોડે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. ત્યારબાદ શનિવારે આ મામલે ગાઝિયાબાદ પોલિસ સ્ટેશનમાં કેસ નોંધાયો. જેમાં બન્ને પક્ષમાં જોરદાર વિવાદ થયો. નવવધૂએ વરરાજાના પક્ષથી 5 લાખ રૂપિયા વળતર પેટ માંગ્યા જે વરરાજાના પરિવારને આપવા પડ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
