Exit Poll Vs Opinion Poll : એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલમાં શું ફરક હોય છે? જાણો બન્ને કેવી રીતે થાય છે?
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં આજે તેલંગાણામાં છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમના એક્ઝિટ પોલ આજે સાંજે 6.30 વાગ્યે આવશે.
એક્ઝિટ પોલ ક્યા રાજ્યમાં કયો પક્ષ જીતશે તેનો અંદાજ આપે છે. એક્ઝિટ પોલ ચૂંટણી પરિણામોનું સ્પષ્ટ ચિત્ર આપે છે, જો કે કેટલીકવાર એક્ઝિટ પોલ ખોટા પણ સાબિત થાય છે.

ઘણા લોકો જાણવા માંગે છે કે એક્ઝિટ પોલ શું છે? મતગણતરી પહેલા પરિણામોની સચોટ આગાહી કેવી રીતે કરી શકાય? એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ વચ્ચે શું તફાવત છે?
એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ વચ્ચેનો તફાવત
એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે ચૂંટણી પહેલા ઓપિનિયન પોલ કરાય છે. જ્યારે મતદાન પછી તરત જ એક્ઝિટ પોલ આવે છે.
એક્ઝિટ પોલમાં માત્ર મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે. આમાં ફક્ત તે જ લોકોને સામેલ કરવામાં આવે છે જે મતદાન કર્યા બાદ મતદાન મથકની બહાર આવે છે. તો ઓપિનિયન પોલમાં તમામ લોકોને સામેલ કરવામાં આવે છે. પછી ભલે તે મતદાર હોય કે ન હોય.
એક્ઝિટ પોલ દર્શાવે છે કે લોકોએ કઈ પાર્ટીને કેટલો મત આપ્યો છે. જ્યારે ઓપિનિયન પોલમાં મુખ્ય ચૂંટણી મુદ્દાઓ પર જનતાનો મત જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે.
મતદાન પૂર્ણ થયા પછી જ એક્ઝિટ પોલનું પ્રસારણ થાય છે. જ્યારે મતદાન પહેલા ઓપિનિયન પોલ બહાર પાડવામાં આવે છે.
એક્ઝિટ પોલ શું છે?
એક્ઝિટ પોલ એક પ્રકારનો ચૂંટણી સર્વે છે. જેમાં મતદાનના દિવસે મતદાન કર્યા પછી મતદાન મથક પર મતદારોને પ્રશ્નો પૂછવામાં આવે છે. તેમને પૂછવામાં આવે છે કે તેઓએ કઈ પાર્ટીને મત આપ્યો?
એક્ઝિટ પોલ સર્વે એજન્સીઓ અને ન્યૂઝ ચેનલો દ્વારા કરવામાં આવે છે. મતદાન મથકની બહાર મતદારોને પ્રશ્નો પૂછ્યા પછી સર્વેક્ષણ ટીમ તેનું વિશ્લેષણ કરે છે અને તેના આધારે ચૂંટણી પરિણામોનો અંદાજ લગાવે છે. ગાણિતિક મોડલના આધારે નક્કી કરવામાં આવે છે કે દરેક પક્ષને કેટલી બેઠકો મળી રહી છે.
ઘણી એજન્સીઓ ભારતમાં એક્ઝિટ પોલ કરાવે છે. મજબૂત એક્ઝિટ પોલ માટે 30 થી 35 હજારથી લઈને એક લાખ મતદારોને પ્રશ્નો પૂછવામાં આવે છે.
ઓપિનિયન પોલ શું છે?
ઓપિનિયન પોલ પણ ચૂંટણી સર્વેનો એક પ્રકાર છે. જે સર્વે એજન્સીઓ અને ન્યૂઝ ચેનલો મતદાન પહેલા કરે છે.
ઓપિનિયન પોલમાં તમે કોઈપણને તેમના અભિપ્રાય પૂછી શકાય છે. આમાં જનતાને પૂછવામાં આવે છે કે તેમને શું લાગે છે કે કઈ પાર્ટી જીતી રહી છે? ઓપિનિયન પોલમાં ચૂંટણીના મુદ્દાઓની ચર્ચા થાય છે. તમે તેને પ્રી-પોલ પણ કહી શકો છો.
ચૂંટણી સર્વેના ત્રણ પ્રકાર
પ્રી પોલ : તમે પ્રી પોલને ઓપિનિયન પોલ પણ કહી શકો છો. આ સર્વે ચૂંટણીની તારીખોની જાહેરાત પછીથી લઈને મતદાન શરૂ થાય તે પહેલા સુધી કરવામાં આવે છે.
એક્ઝિટ પોલ : આ સર્વે મતદાન પૂર્ણ થયા પછી તે જ દિવસે સાંજે હાથ ધરવામાં આવે છે. આ મતદાન મથકની બહાર કરવામાં આવે છે.
પોસ્ટ પોલ : આ સર્વે મતદાન પૂર્ણ થયા પછી કરવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
