દેશના રાજભવનોમાં માત્ર ભાજપના નેતાઓની જ ચાલે છે!
દેશમાં રાજ્યપાલોની ભૂમિકા પર સમયે-સમયે ચર્ચા થતી રહી છે અને કેટલાય ગંભીર સવાલો પણ ઉઠતા રહ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં રાજ્યપાલોની ભૂમિકા પર સમયે-સમયે ચર્ચા થતી રહી છે અને કેટલાય ગંભીર સવાલો પણ ઉઠતા રહ્યા છે. હંમેશા કહેવાય છે કે રાજ્યપાલનું પદ આમ તો સંવૈધાનિક છે પરંતુ કેન્દ્ર સરકાર રાજભવનમાં પોતાના માણસને બેસાડીને રાજ્યની સરકાર પર નજર રાખવાનું કામ કરાવે છે અને ખાસ કરીને જ્યારે જે-તે રાજ્યમાં કોઈ વિપક્ષીદળની સરકાર હોય.

સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો મામલો
આ વર્ષે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી બાદ પેદા થયેલા હાલાતમાં જેવી રીતે ત્યાંના રાજ્યપાલની ભૂમિકા રહી તે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આવી રીતે જ ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના મામલામાં પણ રાજ્યપાલની ભૂમિકા પર સવાલો ઉઠ્યા હતા અને સુપ્રીમ કોર્ટે હરીશ રાવત સરકારની પુનઃ સ્થાપના કરી હતી.

જમ્મુ અને કાશ્મીર
તાજેતરમાં જ કેટલાય રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિયુક્તિ થઈ અને તેમં સૌથી વધુ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ પર નજર હતી. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે સત્યપાલ મલિકની નિયુક્તિને પગલે કેટલાય લોકો ચોંકી ઉઠ્યા હતા. લોકોને અપેક્ષા હતી કે જમ્મુ કાશ્મીરમાં કોઈ નેતાને બદલે પૂર્વ સેના અધિકારીની નિયુક્તી કરવામાં આવશે. પરંતુ આવું ન થયું.

યુપીથી સૌથી વધુ રાજ્યપાલ
દેશમાં રાજ્યપાલોની યાદી પર એક નજર નાખીએ તો ત્રણ રાજભવનોને છોડીને તમામ જગ્યાએ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે પોતાના નેતાઓને રાજ્યપાલ બનાવ્યા છે અને આ બાબતથી પૂર્વોત્તરના રાજ્યો પણ બાકાત નથી.

પોતાના જ માણસોને બનાવ્યા રાજ્યપાલ
લોકસભા ચૂંટણી 2019ને લઈને ભાજપ ખાસ કરીને ઉત્તર પ્રદેશ પર સૌથી વધુ ફોકસ કરી રહ્યું છે. રાજ્યપાલની નિયુક્તિમાં પણ આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ગત લોકસભા ચૂંટણીમાં એનડીએને અહીં 80માંથી 73 સીટ મળી હતી અને તેની સામે આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પડકાર છે. ભાજપે જમ્મુ અને કાશ્મીર સહિત 6 રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ઉત્તર પ્રદેશથી પોતાની પાર્ટીના નેતાઓને પસંદગી આપી છે. આ 6 લોકો સમાજના વિવિધ વર્ગો અને જાતિઓમાંથી આવે છે અને તેમની રાજ્યપાલ તરીકે નિયુક્તિથી ભાજપ ખાસ સંદેશ આપવા માગે છે કે તેઓ તેમની સાથે ઉભા છે.

રામનાથ કોવિંદ
બિહારના પૂર્વ રાજ્યપાલ રામ નાથ કોવિંદ જે યૂપીથી હતા, તેમને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સત્ય પાલ મલિક એક જાટ નેતા છે અને એમની જગ્યાએ બિહાર રાજભવનમાં મોકલેલ લાલજી ટંડન ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને લોધ ઓબીસી નેતા કલ્યાણ સિંહ રાજસ્થાનના રાજ્યપાલ છે, એક બ્રાહ્ામણ અને પૂર્વમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા અધ્યક્ષ રહેલા કેશરી નાથ ત્રિપાઠી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે અને આવી રીતે બ્રિગેડિયર બીડી મિશ્રા અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ છે અને જાટ નેતા બેબી રાની મૌર્યા ઉત્તરાખંડના રાજ્યપાલ છે, આ બંને પણ ઉત્તર પ્રદેશથી જ આવે છે.

સત્યપાલને મળ્યો શાહનો સાથ
કહેવામાં આવે છે કે ચૂંટણી દરમિયાન જ્યારે અમિત શાહ ઉત્તર પ્રદેશના પ્રભારી મહાસચિવ હતા તો પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં રાજનીતિ પર સત્યપાલ મલિકની સમજ અને પકડથી તેઓ ભારે પ્રભાવિત થયા હતા. જો કે કહેવાય છે કે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલના પદ માટે પૂર્વ પોલીસ અધિકારીઓ અને નોકરશાહોન નામ ચર્ચામાં હતાં પરંતુ સત્યપાલ મલિકને પસંદ કરવામાં આવ્યા કેમ કે ભાજપ અને આરએસએસ એક રાજનેતાને આ પદ પર ઈચ્છતા હતા. આરએસએસ માટે શ્યામા પ્રસાદ મુખરજીના સમયે કાશ્મીર મુદ્દો મહત્વનો રહ્યો છે. મલિકની નિયુક્તિનો અર્થ એ પણ છે કે ઘાટી તરફથી કેન્દ્રના દ્રષ્ટિકોણ પર આરએસએસની પકડ બની રહેશે કેમ કે મલિક 2004માં જ ભાજપમાં સામેલ થયા.

પૂર્વોત્તરમાં પણ ભાજપના લોકો
ભાજપે પૂર્વોત્તરમાં પણ ગવર્નર તરીકે રાજનેતાઓને જ પસંદ કર્યા છે. જે આ ક્ષેત્રમાં એના પોતાના રાજનૈતિક પ્રભાવને વધારવાનો ઉદ્દેશ્ય પૂરો કરે છે. 2014થી નરેન્દ્ર મોદી સરકારે આ ક્ષેત્રના લોકોને કેટલીય વખત અનુભવ કરાવવાનો પ્રયત્ન કર્યો કે તેઓ એમની સાથે છે. એટલું જ નહીં એક કેન્દ્રીય મંત્રીએ દરેક પખવાડિયે ઓછામાં ઓછા 15 દિવસમાં એક વાર પૂર્વોત્તરના સાતેય રાજ્યોની મુલાકાત લીધી છે.

માત્ર 3 રાજ્યોના રાજ્યપાલ ભાજપના નથી
પૂર્વોત્તરમાં અરુણાચલ પ્રદેશને છોડીને તમામ રાજ્યોમાં ભાજપે રાજ્યપાલ તરીકે પોતાના નેતાઓની જ નિયુક્તિ કરી છે. અરુણાચલમાં સેવા નિવૃત્ત બ્રિગેડિયર બીડી મિશ્રા રાજ્યપાલ છે. આવી રીતે ઈએસએલ નરસિમ્હ જે એક સેવાનિવૃત્ત આઈપીએસ અધિકારી આંધ્ર પ્રદેશ અને તેલંગણાના રાજ્યપાલ છે અને યુપીએ -2 સરકારે તેમની નિયુક્તિ કરી હતી.ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પી સતશિવમ એવા ત્રીજા રાજ્યપાલ છે જે ભાજપના નથી. 2014માં એમને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. બાકી તમામ રાજ્યોમાં ભાજપના જ નેતાઓની રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ પણ વાંચો-આનંદીબેન પટેલ બન્યા મધ્યપ્રદેશના નવા રાજ્યપાલ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
