EWS અનામત યથાવત રહેશે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
આર્થિક રીતે પછાત વર્ગોને આપવામાં આવેલી અનામત માટે સુપ્રીમ કોર્ટે રસ્તો સાફ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ માટે દાખલ કરાયેલી પુન વિચાર અરજીઓને રદ કરી દીધી છે. હવે આર્થિક અનામત ક્વોટા યથાવત રહેશે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે EWS ક્વોટાને જાળવી રાખવાના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશન ફગાવી દીધી છે. અરજી ફગાવતા કોર્ટે કહ્યું કે, રેકોર્ડ સામે કોઈ ભૂલ સ્પષ્ટ નથી.

103મા બંધારણીય સુધારામાં આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામત અપાઈ હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જેબી પારડીવાલાની 5 જજોની બેન્ચે હવે રિવ્યુ પિટિશન ફગાવીને રસ્તો સાફ કરી દીધો છે.
અહીં તમને જણાવી દઈએ કે, 7 નવેમ્બર 2022ના રોજ 5 જજોની બેન્ચે તત્કાલિન CJI UU લલિત અને ન્યાયમૂર્તિ રવિન્દ્ર ભટની અસંમતિ સાથે 3:2 બહુમતીથી EWS ક્વોટાને સમર્થન આપ્યું હતું. જસ્ટિસ લલિત નિવૃત્ત થયા હોવાથી સમીક્ષા બેંચનું નેતૃત્વ વર્તમાન CJI જસ્ટિસ ચંદ્રચૂડ કરી રહ્યા છે. હવે તેમને આ મહત્વનો ચુકાદો આપ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
